અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 880 શેડ મંજુર કરાયા આગેવાનોની જાહેમતથી ખેડૂતોમાં આનંદની લાગણી
રાજુલા તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા ૮૮૦ શેડ મંજૂર કરવામાં આવતા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે
નવા મળતી વિગત મુજબ પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જીલુભાઇ બારીયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતોને વધુમાં વધુ શેડ મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરૂપે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય થતાં હાલમાં રાજુલા તાલુકામાં ૮૮૦ શેડ મંજૂર કરવામાં આવ્યા છે તેના પરિણામે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે