રાજુલા બારોટ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર

રાજુલા પોલીસ મથકે પકડાયેલ બારોટ સમાજને બદનામ કરતી છ છોકરીઓની ગેંગ બાબતે સમસ્ત બારોટ સમાજમાં રોષ.ગુનાહિત પ્રવૃત્તિ કરતી છોકરીઓની મૂળ જાતી સુધી પહોંચી બારોટ સમાજને ન્યાય આપવા સમસ્ત બારોટ સમાજની માંગ.

વિગતે જોઈએ તો રાજુલાના હિંડોરણા ચોકડીથી તારીખ:-૧૦-૦૯-૨૦૨૦ રોજ હિન્દી ભાષી છ છોકરીઓ ને જાહેરમાં ચેનચાળા કરતા કોઈ મોટો ક્રાઇમનો અંજામ આપે તે પહેલાં રાજુલા પોલીસે પકડી તેને પોલીસ મથકના પી આઈ આર એમ ઝાલા દ્વારા પૂછતાછ શરૂઆત કરતા તે અમદાવાદની ઓઢવ વિસ્તારની છે,અને તેઓનું આધારકાર્ડ માંગતા તેઓના આધારકાર્ડની તપાસ કરતા તે બારોટ નું હોવાથી પી આઈ ઝાલા સાહેબ ને વધુ શંકા જતા પોલીસે ત્રીજું નેત્ર ખોલતા તેના આધારકાર્ડ કઢાવી જોતાં પી આઈ ઝાલા વિસ્મય પામી ગયા જેમાં છ એ છ છોકરીઓના આધારકાર્ડ માં જાતી બારોટ લખેલ વંચાતા વધુ પૂછપરછ હાથ ધરાઈ તેમાં તેજ દિવસે ૨૦ છોકરીઓનો ઉના શહેરમાંથી પણ પકડાઈ છે.તે તમામ દરેક જિલ્લામાં યેન કેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા કઢાવવાનું કામ કરે છે.આ બાબતે પકડાયેલ આરોપી યુવતીઓમાં
૧:પુંજા કુમારી લાલભાઈ બારોટ,૨-રીનાબેન રાજુભાઇ બારોટ,
૩-ભાવનાબેન શાંતિલાલ બારોટ,
૪-મિતુબેન રાજેશભાઇ બારોટ,
૫-નિલબેન દિલીપભાઈ બારોટ,
૬-સીમાબેન ચીમનભાઈ બારોટ,
આ પ્રમાણે એફ આર આઈ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી ગૃહવિભાગ અને ગુજરાત રાજ્યના ડી આઈ જી દ્વારા થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.કારણ થોડાં દિવસ પહેલા આવી જ છોકરીઓ પ્રાંતિજ થી પણ પકડાયેલ છે.માટે આવેદન દ્વારા બારોટ સમાજ રાજુલા દ્વારા માંગ કરવામાં આવી હતી કે ગુજરાત માંથી ક્રાઇમ ને નેસ્ત નાબૂદ કરવો હોય માટે ગુજરાત ભરના બારોટ સમાજ તેમજ બારોટ સમાજની બે બે રાષ્ટ્રીય સંસ્થા એક બારોટ સમાજની અખિલ ભારતીય ભાટ રાવ બારોટ બ્રહ્મભટ્ટ જાગા ઇનામદાર, છેક કેરળ સુધીની રાષ્ટ્રીય સંસ્થા,
બીજી બારોટ સમાજની અખિલ ભારતીય વંશાવળી રાષ્ટ્રીય સંસ્થાના સમસ્ત બારોટ સમાજને આ ફર્જી બારોટ સમાજને બદનામ કરતી છોકરીઓ ની ગેંગ ને પકડી પાડી ગુજરાતમાં થતું ક્રાઇમ નેસ્ત નાબૂદ કરવા સમસ્ત બારોટ સમાજની માંગ.વધુમાં જણાવ્યું હતું કે સરસ્વતી પુત્ર બારોટ સમાજને કલંક લગાડનાર આ પકડાયેલ છ છોકરીઓ ની પાછળ જબરજસ્ત ક્રાઇમ ગેંગ નો તટસ્થ તેથી તપાસ કરવા બાબતે અમો બારોટ સમાજના ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી ભીખુભાઇ બારોટ,તેમજ બારોટ સમાજની રાષ્ટ્રીય કારોબારી ના ઉપાધ્યક્ષ શ્રી અમરુભાઈ બારોટ,તેમજ હરદાન ભાઈ બારોટ,દેવકુભાઈ બારોટ,દાદાભાઈ બારોટ,તેમજ રાજુલા -સાવરકુંડલા પ્રમુખ નટુભાઈ બારોટ,તેમજ અમરેલી જિલ્લાથી લઇ રાજુલા બારોટ સમજ સાથે ગુજરાત ભરના સમસ્ત બારોટ સમાજમાં અતિ રોષ ની લાગણી પ્રસરી જવા પામી છે અને બારોટ સમાજ દ્વારા અવેદનમાં જણાવાયું હતું કે અમોને પુરી શંકા છે કે તે છ છોકરીઓ બારોટ સમાજની દીકરીઓ નથી અને બારોટ સમાજની માંગ એ છે કે પોલીસ તંત્ર આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરે હિન્દી ભાષી અને ગુજરાત એ મેળ ખાતો નથી.અને બારોટ સમાજને વિધિવત બદનામ કરવાનું કાવતરું છે.અને જેની સાચી ઓળખાણ મેળવશે તો ગુનાહિત મોટું જબરજસ્ત કૌભાંડ બહાર આવે તેમ છે.તેવું સમસ્ત બારોટ સમાજ ની માંગ ઉઠવા પામી છે.અને આ બાબતે ભરતભાઇ બારોટ એડવોકેટ અમરેલી દ્વારા આર ટી આઈ પણ કરવા ચક્રો ગતિમાન થયા છે.

 

Translate »
%d bloggers like this: