અમરેલી જિલ્લાના રાજુલાના હેડ કોન્સ્ટેબલ રુ 2500ની લાંચ એ.સી.બી. ટ્રેપમાં રંગે હાથે પકડાયા

ફરિયાદી :-
એક જાગૃત નાગરિક

આરોપી :-
ધનસુખભાઈ ઠાકરશીભાઇ
બ.નં. ૮૨૧ અ. હેડ. કોન્સ. વર્ગ – ૩
રાજૂલા પોલીસ સ્ટેશન જી.અમરેલી

_લાંચ ની માંગણી :-રૂ.૨૫૦૦/-

લાંચની સ્વીકારની રકમ:-
રૂ. ૨૫૦૦/-

લાંચની રીકવરીની રકમ:-રૂ ૨૫૦૦/-

ટ્રેપનુ સ્થળ:-રાજૂલા પો.સ્ટે. ડી.સ્ટાફ રૂમમા

ટ્રેપ ની તારીખ:-તારીખ:-૨૦/૦૬/૨૦૨૦

ગુન્હા ની વિગત:-
આ કામના ફરિયાદીના ભત્રીજા ઉપર ત્રણ માસના અગાઉ મારામારીનો ગુનો દાખલ થયો હતો.ત્યારે આક્ષેપિત પાસે રજુ થઈ જામીન મુકત થયા બાદ છેલ્લા પંદરેક દિવસ થી આક્ષેપીતએ ફરીયાદીના ભત્રીજાના ઘરે અવાર નવાર જઈ બીજા ગુના માં પકડવા અને ગામમા ફેરવી મારવાની બીક બતાવતા ફરીયાદી તા:-૧૮/૬/૨૦૨૦ ના રોજ પો.સ્ટે.જઈ આક્ષેપીતને રુબરુ મળી પોતાના ભત્રીજાને રજુ કરવાની વાત કરતા આક્ષેપીતએ રજુ કરતી વખતે માર નહી મારવા અને હેરાન નહી કરવાના બદલામા રૂ.૫૦૦૦/- ની લાંચ ની માંગણી કરી ત્યારે જ લાંચ પેટે રૂ.૨૫૦૦/- સ્વીકારી બાકી લાંચની રકમ રૂ.૨૫૦૦/- આપવાનો આજનો વાયદો કરી લાંચની માંગણી કરેલ હતી, જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતાં ના હોય અમરેલી એસીબી પો.સ્ટે ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપીતએ ફરીયાદી પાસેથી લાંચના રૂપિયા ૨૫૦૦/- સ્વીકારી પકડાય જઈ ગુનો કર્યા બાબતે.

ટ્રેપીંગ અધીકારી:-
આર.એન.દવે.
પોલીસ ઇન્સ્પેક્ટર
અમરેલી એ.સી.બી. પો.સ્ટે. સ્ટાફ .

સુપર વિઝન અધીકારી:-
શ્રી.બી.એલ.દેસાઈ.
મદદનીશ નિયામક
જૂનાગઢ એસીબી એકમ

Translate »
%d bloggers like this: