અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ રક્તદાન કેમ્પ યોજાયો

કોરોના (કોવીડ-૧૯)ની વેશ્વીક મહામારીના સમયે જરુરીયાતમંદ દર્દીની સેવા અર્થે માનવ સેવાના ભાગરુપે રણછોડરાયજી મંદિર પીપીવાવધામ ના પટાગણમા બાભણીયા બ્લડ બેન્ક ભાવનગરના સહકારથી રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૧ રકતદાતાઓ એ રક્તદાન કરી માનવતાના કાર્યમાં જોડાયા હતાં


આ કાર્યક્રમમાં પીપાવાવ ધામના રણછોડરાય મંદિરના મહંત મહેશદાસબાપુ, સીતાવન આશ્રમ માં મહંત પ્રફૂલદાસબાપુ તથા પીપાવાવ ધામના સરપંચ શ્રી પ્રતાપભાઈ નથુભાઈ ગુજરિયા તથા રાજકીય અને સામાજિક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામલોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પુરો સહકાર આપ્યો હતો.

Translate »
%d bloggers like this: