અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ના ડોળીયા ગામ ના સરપંચ અને ઉપસરપંચ પર લાગ્યા ભ્રષ્ટાચાર ના આક્ષેપો

અમરેલી જિલ્લા ના ડોળીયા ગામ માં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયો હોવાની ડોળીયા ગામ ની જાગૃત ટીમ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત અરજી કરી હતી કે તપાસ કરો તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે છતાં સરપંચ અને ઉપસરપંચ ના મિલી ભગત એવા તાલુકા વિકાસ અધિકારી પણ ભ્રષ્ટાચાર ની અંદર સામેલ હોઈ તેવું ડોળીયા ગામ ની ટિમ સાથે અરજદાર સેલાભાઈ ભગવાનભાઇ ભુકણ નું માનવું છે

૨૦૧૬ થી ૨૦૧૯ સુધી ની તમામ ગ્રાન્ટૉ તેમજ દરેક કામ ના એસ્ટીમેન્ટ ની માહિતી વિગતો સાથે માંગવામાં આવી હતી છતાં ડોળીયા ગામ ની ટિમ ને અધૂરી માહિતી મળી છે ડોળીયા ગામ માં આર. સી.સી કે બ્લોક પૅવર રોડ રસ્તા ,સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા ઓમાં નબળા બાંધકામ તથા નબળી કક્ષા ના મટિરિયલ્સ વાપરી તમામ કામ એસ્ટીમેન્ટ વિરુદ્ધ લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી ડોળીયા ગામ ની યોગ્ય તપાસ તાત્કાલિક ધોરણે કરવામાં આવે આ ભ્રષ્ટાચાર ની અંદર જે પણ સરપંચ કે ઉપસરપંચ કે અન્ય અધિકારી આમાં સામેલ હોઈ તો તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગ્રામ્ય વિકાસ ની અલગ અલગ કલમો હેઠળ પ્રથમ આવા ભ્રષ્ટાચારી સરપંચ અને ઉપસરપંચ ને સસ્પેન્ડ કરવામાં આવે તેમના કાર્યો ની તેમને સજા મળે એવી ડોળીયા ગામ ની જાગૃત ટીમ ની લાગણી સહ માંગણી છે ત્યારે ડોળીયા ગ્રામ પંચાયત ની તપાસ કરવા જિલ્લા વિકાસ અધિકારી રૂબરૂ આવે ત્યારે અરજદાર,મીડિયા તેમજ ડોળીયા ગામ ના ૫ જાગૃત યુવાનો ને સાથે રાખી તપાસ કરવી એવી ભલામણ છે તાત્કાલિક તપાસ કરવામાં આવે ડોળીયાં ગામ માં થયેલા કૌભાંડ બહાર આવે તેવી માંગ સાથે ડોળિયા ગામ ના યુવાનો દ્વારા સમગ્ર માહિતી ટેલિફોન ના માધ્યમ થી જાણવા મળેલ છે

Translate »
%d bloggers like this: