ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે -૮ ની હાલત અતિ ખરાબ અને બિસ્માર

મહુવાથી રાજુલાના રોડ ની સ્થિતિ અતિ ખરાબ છે આ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો આગળ આવે અને લોકોને પડતી મુશ્કેલીને
દૂર કરે તેવી લોક માંગણી.

સૌરાષ્ટ્ર નાં દરિયાઇ પટ્ટી ને જોડતો નેશનલ હાઇવે ૮ ઇ ફોરલેન રોડનું કામ ચાલુ થયું ત્યારથી જ વિવાદમાં રહ્યું છે નેશનલ હાઇવે એજન્સીઓ ને કામ પૂર્ણ કરવા માટે પહેલાં આપેલ સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી તેમજ ૨૦૧૬ થી ચાલું થયેલા આ હાઈવે નું કામ પુર્ણ ક્યારે થશે એ કોઈ ને ખબર નથી.


• રાજુલાથી મોટાભાગના ઇમરજંસીમાં દર્દીઓ ને મહુવા અથવા ભાવનગર રીફર કરવામાં આવતા છે ત્યારે આ કહેવાતા નેશનલ હાઇવે પર દર્દીઓ ને ઈમરજંસીમાં હોસ્પિટલ પહોંચાડવામાં આ અતિ ખરાબ રોડના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને આ કોસ્ટલ હાઇવે ની સાથે ઉદ્યોગોના રોડ જોડાતા હોવાથી અતિ ભારે ટ્રકો અને ટેઇલરો પસાર થતા હોવાથી રોડ પર ભયંકર ખાડા પડી ગયા છે.
• ખખડધજ સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ની કામગીરી ગોકલગતીએ બિસ્માર નેશનલ હાઇવે ના કારણે પ્રજા ત્રસ્ત.
• મહુવાથી રાજુલાના રોડ ની સ્થિતિ અતિ ખરાબ છે આ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો આગળ આવે અને સરકારશ્રી ને આ રોડની પરિસ્થિતિથી વાકેફ કરી રજૂઆતો કરવામાં આવે અને લોકોના પ્રશ્નોને વાચા આપે તેવી લોક માંગણી ઉઠી છે.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે આ વિસ્તારમાં આવેલી મલ્ટીનેશનલ કંપનીઓ ને જોડતો એક માત્ર હાઇવે છે પણ આજે બિસ્માર હાલતમાં છે. આ રોડ પર હજારો ની સંખ્યામાં હેવી લોડિંગ વાહનો પસાર થાય છે ત્યારે અકસ્માત થાય તો પણ સરકારશ્રી દ્વારા લોકોની સેવામાં ઇમરજંસી ૧૦૮ પણ અકસ્માતના સ્થળ પર યોગ્ય સમયે પહોંચી શકે તેમ નથી.

Translate »
%d bloggers like this: