નર્મદાના અલમાવાડી,ભાટપુર અને સેજપુર ગામના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને લાખોનું નુકસાન

નર્મદાના અલમાવાડી,ભાટપુર અને સેજપુર ગામના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને લાખોનું નુકસાન

કપાસ અને તુવેરનો પાક નષ્ટ થતા ખેડૂતો પાયમાલ
નુકશાનીની વળતરની માંગ કરતા ખેડૂતો
રાજપીપળા, તા. 11
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અલમાવાડી, ભાટપૂર, અને સેજપુર ગામના ખેતરોમાં સોમવારે ભારે વરસાદના પૂરમાં ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતીના પાકને લાખોનું નુકસાન

થયાના અહેવાલ છે. જેમાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં કપાસ અને તુવેરો ના પાકને ભારે નુકસાન થયું છે. જેમા અમલમાંવાડી ગામે શંકરભાઈ નરોતમ ખેતરમાં તુવેરનો પાક ધોવાઇ ગયો હતો, તો મનસુખભાઈ ધર્મના કપાસનો પાક નષ્ટ થઈ ગયો હતો, બીજા પુંજાભાઈ દેવનો તથા કપાસ પણ

વરસાદમાં પલળી જતા નષ્ટ થઈ ગયો હતો, તથા ઉદ્વહન સિંચાઇ યોજના આલમાંવાડીમાં નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતીનો પાક નષ્ટ થઈ જતા લાખોનું નુકસાન થયાના છે. મહામહેનતે વાવેતર કરેલ ખેતીનો પાક અતિવૃષ્ટિમાં ધોવાઈ ગયો હતો. અસરગ્રસ્ત ખેડૂતોને એ નુકસાનના વળતરની માંગ કરી છે.

રિપોર્ટ : જ્યોતૂ જગતાપ, રાજપીપળા

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

थाना निघासन पुलिस की अनूठी पहल क्षेत्र के विद्यालयों में छात्राओं अध्यापिकाओ हेतु भेंट की शिकायत पेटिका

Read Next

Translate »
%d bloggers like this: