નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં ઝેરી દવા પીવા ના બે બનાવોમાં એક મહિલા સહિત બેના કરૂણ મોત

નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં ઝેરી દવા પીવા ના બે બનાવોમાં એક મહિલા સહિત બેના કરૂણ મોત.

મોટા પીપરીયા ગામે પોતાના ઘરમા પનીયારી માં પાણી પીવા ગયેલા 15 વર્ષીય કિશોરને ઝેરી સાપ કરડતા કિશોરનું મોત.

ટંકારી ગામે મહિલાએ ઝેરી દવા પીતા મહિલાનું મોત.

રાજપીપલા,

નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં ઝેરી દવા પીવાના બે બનાવોમાં એક મહિલા સહિત બેના કરૂણ મોત નિપજ્યા છે.જેમાં ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે પોતાના ઘરમાં પનીયારીમાં પાણી પીવા ગયેલા 15 વર્ષિય કિશોરને ઝેરી સાપ કરડતા કિશોરનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મહિલાએ ઝેરી દવા પીતા મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે.

પ્રથમ બનાવની વિગત મુજબ મરનાર મોન્ટુભાઈ રાજેન્દ્રભાઈ તડવી (રહે મોટા પીપરીયા) પોતાના ઘરે પાણી પીવા ગયેલ અને તે વખતે ઘરની અંદર જતા તેને પાણીના પણીયારા નજીકમાં ઝેરી સાપ કરડી જતાં તેને ગરુડેશ્વર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ અંગે જાણ ભરતભાઈ રણછોડભાઈ તડવી (રહે મોટા પીપરીયા ) એ ગરુડેશ્વર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં ટંકારી ગામે મહિલાએ ઝેરી દવા પીતા મહિલાનું મોત નિપજયું છે. આ બનાવની વિગત મુજબ ખબર આપનાર નટુભાઈ કેવલભાઈ તડવી (રહે ટંકારી નવીનગરી ) ઘરે કામકાજ કરતા હતા તે વખતે મરનાર કિરણબેન નટુભાઈ કેવલભાઈ તડવી (રહે ટંકારી નવીનગરી ) કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતાં તેને ખાનગી વાહનમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવી સારવાર અર્થે દાખલ કરેલ છે. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Translate »
%d bloggers like this: