1 લી ડિસેમ્બર એઇડઝ દિવસની ઉજવણીએઇડઝ હેલ્થકેર ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસડર રાજપીપળાના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહને તેલંગાણા નાં હૈદરાબાદમાં ઉજવણી કરી.

1 લી ડિસેમ્બર એઇડઝ દિવસની ઉજવણીએઇડઝ હેલ્થકેર ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસડર રાજપીપળાના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહને તેલંગાણા નાં હૈદરાબાદમાં ઉજવણી કરી.
હૈદરાબાદ ખાતે તેલંગાણા સરકાર એઈડ્સ ડે ના દિવસે યુવરાજને એચઆઇવી ટેસ્ટ મોબાઈલવાનની ભેટ આપી લોકાર્પણ કર્યું.
 એઈડ્સ દિવસે એચઆઈવી યુવરાજ તેલંગાણા રેલીમાં જોડાયા.
 તેલંગાણા રાજ્યમાં એચઆઈવી ટેસ્ટીંગ કીટ દ્વારા અસંખ્ય લોકોનો ટેસ્ટ કર્યા અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે.
યુવરાજે તેલંગાણામાં 1 લાખ જેટલા કોન્ડોમનું વિતરણ કર્યું.
ભારતમાં એચઆઈવી એઈડ્સ ક્ષેત્રે વિશ્વમાંથી ત્રીજા નંબરે છે, ભારતમાં 30 લાખ લોકો આજે પણ એઈડસ થી પીડાય છે.
-યુવરાજ
 રાજપીપળા,1 લી ડિસેમ્બર એઇડઝ દિવસની ઉજવણી  એઇડઝ હેલ્થ કેર ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસડર રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ તેલંગાણાના હૈદરાબાદમાં તેલગાનાં ખાતે ઉજવી હતી. તેલંગાણાનાં સરકારનું  ખાસ આમંત્રણ 1લી ડિસેમ્બર, એઈડ્સ દિવસનાં દિવસે તેલંગાના સરકારે ખાસ યુવરાજનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. યુવરાજ માનવેન્દ્રસિંહ હૈદરાબાદમાં કાર્યક્રમ અંગે યુવરાજે સંદેશની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે તેલંગાણા સરકાર પોતાના રાજ્યમાં એઈડસની વધતી જતી સંખ્યાને નાથવા એઇડઝ નાબૂદીજાગૃતિ અર્થે હૈદરાબાદ જાગૃતિના કાર્યક્રમ યોજવા મને ખાસ આમંત્રણ આપ્યું હતું.
આજના એઇડઝ દિવસે  હૈદરાબાદ ખાતે તેલંગાના સરકાર યુવરાજને એચઆઇવી ટેસ્ટિંગ મોબાઈલવાન ની ભેટ આપી લોકાર્પણ કર્યું હતું અને યુવરાજે તેનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે યુવરાજ ની ટીમ એચઆઇવી ટેસ્ટની કીટ લઈને લોકોના ઘરે ઘરે જઈને મોબાઈલ ના સાધનોની મદદથી દરેકનો એચઆઈવી ટેસ્ટ કરાવ્યો હતો. યુવરાજ જણાવ્યું હતું કે મોટાભાગના લોકો આવા ટેસ્ટ કરાવતા નથી અને આવા ટેસ્ટ કરાવવામાં શરમ અનુભવે છે. માટે આવા ટેસ્ટ કરવા જરૂરી હોય છે. આવા ટેસ્ટ કરવાથી ખબર પડે છે કે પોતાને એઈડ્સ  છે કે નહીં. યુવરાજે તિલંગાણાની જનતાને લોકજાગૃતિના ભાગરૂપે દરેક ને આ ટેસ્ટ અવશ્ય કરવા અપીલ કરી હતી, જેને સ્વીકારી લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા યુવરાજ જણાવ્યું હતું કે એચઆઇવી પોઝિટિવ નીકળે તો તેની સારવાર થઇ શકશે  અને તેલંગાણા સરકાર તેની હોસ્પિટલમાં રિફર કરશે અને સારવાર કરશે
 યુવરાજે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે રાત્રે મૂનલાઈટ માં એચઆઈવી ટેસ્ટીંગ કર્યું હતું કારણ કે દિવસે લોકો પાસે સમય હોતો નથી રાત્રે ફ્રી હોય તો વધુ લોકો નો ટેસ્ટ કરાવી શક્યા મોટી સંખ્યામાં લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા,  અહીંની પ્રજામાં જબરજસ્ત જાગૃતિ જોવા મળી હતી.
 1 લી ડિસેમ્બર એઈડઝ ડે  ઉજવણીના ભાગરૂપે હૈદરાબાદ માં વિશાળ લોકજાગૃતિ રેલી નીકળી હતી. જેનું યુવરાજ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં આ રેલીમાં સમલીગીકો શિક્ષકો,  વિદ્યાર્થી, એનજીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. યુવરાજ જણાવ્યું હતું કે આજે અમે તેલંગાણામાં 1 લાખથી વધુ કોન્ડોમનું વિતરણ પણ કર્યું હોવાનો યુવરાજે જણાવ્યું હતું.
 આ પ્રસંગે યુવરાજે એઈડસના આંકડા આપતાં જણાવ્યું હતું કે ભારતમાં એચઆઇવી એઇડ્સ વિશ્વમાં ત્રીજા નંબરે છે. અને ભારતમાં 30 લાખ લોકો આજે એઈડ્સ થી પીડાઈ છે. આ સાચો આંકડો નથી કારણકે લોકો જાહેર થતા નથી અને એચઆઇવીના ટેસ્ટ થતા નથી જો થાય તો આ સંખ્યા હજુ વધી શકે છે.
 રિપોર્ટ : .જ્યોતિ  જગતાપ, રાજપીપળા
Translate »
%d bloggers like this: