સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સફારી પાર્કમાં નવા પ્રાણીઓ,  પક્ષીઓનું આગમન સફેદ કાળીયાર,  સફેદ વાઘ, ઘુડખર,સાબરનું પણ આગમન.   70 થી 80 જાતના કુલ દેશ-વિદેશમાંથી વિવિધ પક્ષીઓનો સફારી પાર્કમાં આગમન

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સફારી પાર્કમાં નવા પ્રાણીઓ,  પક્ષીઓનું આગમન સફેદ કાળીયાર,  સફેદ વાઘ, ઘુડખર,સાબરનું પણ આગમન.
 70 થી 80 જાતના કુલ દેશ-વિદેશમાંથી વિવિધ પક્ષીઓનો સફારી પાર્કમાં આગમન.
 બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયન અને સાઉથ અમેરિકન પક્ષીઓ આવ્યા.
પાર્કમાં સક્કરબાગ જુનાગઢથી બે સિંહ અને નર અને માદા વાઘની જોડી સાથે સફેદવાઘ પણ લવાયા.બાળકો માટે યુરોપિયન ટટ્ટુ ઘોડો, ગેંડા પણ આવ્યો.
 સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ગુજરાત સરકાર કરોડોના ખર્ચે અવનવા અને આકર્ષણ લાવી રહ્યા છે. જેમાં ભારતનું સૌથી મોટું દેશનો સૌ પ્રથમ  આધુનિક પ્રાણીસંગ્રહાલય 385 એકરમાં બનાવવા જઈ રહ્યું છે. કેવડિયા ખાતે બની રહેલ જંગલ સફારી વિવિધ 6 ઝોનમાં બનાવવામાં આવી રહ્યું છે. તે 40  કરોડના ખર્ચે આધુનિક સફારી પાર્ક દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
આ અંગે નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો.રામરતન નાલા ના જણાવ્યા અનુસાર આ ભારતનું સૌ પ્રથમવાર સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે.
 જેમાં 1500 થી વધુ પ્રાણીઓ આવી રહ્યા છે,  ઉપરાંત દેશ અને વિદેશમાંથી 70  થી 80 જાતના પક્ષીઓ આવી રહ્યા છે. આ પક્ષીઓમાં જેમાં બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકન પક્ષીઓનું આગમન પણ થઇ રહ્યું છે.
એ ઉપરાંત સફેદ કાળિયાર,સફેદ વાઘ અને સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળતાં ઘુડખર પણ સફારી પાર્ક માં આવી રહ્યા છે. બે ઘુડખર લવાયા છે. એ ઉપરાંત સાબર નું પણ આગમન થયું છે. હરણકુળમાં સફેદ કાળીયાર પણ પ્રવાસીઓનું આકર્ષણ બનશે. એ ઉપરાંત સફારી પાર્કમાં સકરબાગ જુનાગઢ થી અને બે સિંહ અને નર અને માદા વાઘ ની જોડી પણ સફારી પાર્કમાં આવી ગઈ છે.આ અગાઉ આફ્રિકન જિરાફ, એમ્પાલા, ઓસ્ટ્રેલિયાથી આલ્ફાલામ, કાંગારું, તથા બાળકો માટે યુરોપિયન ટટ્ટુ ઘોડો, ગેંડા સહિત વિદેશી પક્ષીઓ આવી ચુક્યા છે, એ ઉપરાંત અગાઉ આફ્રિકાથી ઇમ્પાલાન્ વિલ્ડેબિસ્ટ, જીબ્રા જેવા પ્રાણીઓ 28 ઓક્ટોબરે જ વિમાન તેમજ રોડ માર્ગે લાવવામાં આવ્યા હતા. જે ગત માસે બે ઇમ્પાલા અને જિરાફ સહિત ત્રણ પ્રાણીઓના મોત થયા બાદ વન વિભાગ જાગૃત થયું છે અને પ્રાણીઓને ખાસ સાર-સંભાળ રાખી રહ્યું છે.
 આ અંગે નાયબ વન સંરક્ષક ડો. રતન લાલા જણાવ્યા દરેક પ્રાણીઓના ખોરાક પ્રાણીની વિશેષ કાળજી લેવામાં આવે છે. જેમાં સિંહને ખોરાક મટન મેડીકલ ચેકઅપ કરીને વડોદરા પ્રાણી સંગ્રહાલયમાંથી લવાય છે, જ્યારે પ્રાણીઓને ગરમીથી રક્ષણ મેળવવા માટે એસી,  કુલર તેમજ ઠંડીથી રક્ષણ માટે હિટલર અને બ્રાઉઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રાણીઓના ખોરાક થી લઈને મિનરલ પાણી સુધીની કાળજી લેવાઇ રહી છે, પ્રતિ મિનિટ આ તમામ પશુઓ,  પક્ષીઓ વેટરનરી ઓફિસર ટીમ અને ટ્રેનર નિગરાનીમાં રહેતા આ પ્રાણીઓને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
 રિપોર્ટ:  .જ્યોતિ  જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: