નર્મદામાં 300 જેટલા એડ્સના દર્દીઓ દર વર્ષે લોકજાગૃતિના પરિણામ એઇડ્સના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન.

નર્મદામાં 300 જેટલા એડ્સના દર્દીઓ દર વર્ષે લોકજાગૃતિના પરિણામ એઇડ્સના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો.

નર્મદામાં એઆરટી સેન્ટર આવેલું ન હોવાને કારણે ભાડું ખર્ચી ની ટેસ્ટ કરાવવા વડોદરા કે સુરત ના ધક્કા ખાવા પડે છે ત્યારે નર્મદા માં પણ સત્વરે એઆરટી સેન્ટર શરૂ થાય તેવું દર્દીઓ ઇચ્છી રહ્યા છે.

રાજપીપળા, તા. 30

આજે વિશ્વભરમાં 1 લી ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી થશે. જોકે નર્મદા જેવા આદિવાસી વિસ્તારોમાં પણ 6 વર્ષમાં એઈડ્સ અંગેની જાગૃતિ ના કારણે નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ નર્મદા માં 300 જેટલા એડ્સના દર્દીઓ નોંધાયા છે.

જોકે આજે પણ નર્મદામાં એચઆઇવીના દર્દીઓને જરૂરી ટેસ્ટ કરાવવા વડોદરા થી સુરત ખાતે એઆરટી સેન્ટર પર જવું પડે છે. નર્મદાના વડામથક રાજપીપળા ખાતે લિંક એઆરટી સેન્ટર આવેલું છે. જ્યાં ફક્ત દર્દીઓને દવા અને કાઉન્સેલિંગની સુવિધા ઉપલબ્ધ છે.નર્મદા અલગ જિલ્લો થયો છતાં નર્મદામાં એઆરટી સેન્ટર આવેલું ન હોવાને કારણે ભાડું ખર્ચી ને ટેસ્ટ કરાવવા વડોદરા થી સુરત ના ધક્કા ખાવા પડે છે, ત્યારે નર્મદા માં પણ સત્વરે એઆરટી સેન્ટર શરૂ થાય તેવું દર્દીઓ ઇચ્છી રહ્યા છે.

નર્મદાના મોટાભાગના ગરીબ આદિવાસી દર્દીઓને નાણા અભાવે મોટા શહેરોમાં જઈ શકતા ન હોવાથી ઘણી વાર દર્દીને સમયસર પૂરતી સારવાર ન મળવાથી દર્દીઓ મોતને ભેટે છે. ત્યારે આ જિલ્લામાં એઆરટી સેન્ટર શરૂ થાય તેવું દર્દીઓ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા ખાતે એક એનજીઓની કચેરી કાર્યરત હતી તે ઘણા સમયથી વ્યારા ખાતે ખસેડવામાં આવી છે. જેને કારણે જરૂરી સલાહ સૂચનો અને મળતા લાભની જાણકારી મેળવવા ગરીબ દર્દીઓ અટવાયા છે, અને દરેક તાલુકા મથકે એચઆઇવીના કાઉન્સેલિંગ ને લગતી કચેરી ખુલ્લી મૂકવી જોઈએ. તિલકવાડા, સાગબારામાં કચેરી કરી છે, પણ ત્યાં કોઈ સ્વજન ન હોવાથી ત્યાંથી દર્દીઓને રાજપીપળા પરત આવવું પડે છે. ત્યારે આ કચેરી નર્મદામા જ પુનઃટશરૂ થાય તેવી આજના દિવસે માંગ ઉઠી છે.

 

રિપોર્ટ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા

 

Translate »
%d bloggers like this: