નાંદોદ તાલુકાના ઢોલાર ગામે કેન્દ્રિય મંત્રી ડૉ. એસ. જયશંકરના હસ્તે CSR કાર્યક્રમ અંતર્ગત નવા તળાવ બાંધકામ કામગીરીનો પ્રારંભ

નાંદોદ તાલુકાના ઢોલાર ગામે કેન્દ્રિય મંત્રી ડૉ. એસ. જયશંકરના હસ્તે CSR કાર્યક્રમ અંતર્ગત નવા તળાવ બાંધકામ કામગીરીનો પ્રારંભ

 

JCB-CII કંપનીના સહયોગથી પ્રારંભાયેલા જળસંચયના નવા તળાવનું કામ પૂર્ણ થયેથી ગ્રામજનોની ખેતી માટે ઉપયોગી અને સહાયરૂપ બનશે : ૮૬ X ૮૪ મીટરના સ્થાનમાં તૈયાર થનારા તળાવમાં ૧૨ હાજર ક્યુબીક લીટર જળસંગ્રહ કરાશે

જિલ્લાના અન્ય અન્ય ગામોમાં ચાર-પાંચ નવા તળાવના કામોનું પણ કરાયેલું આયોજનરા

જપીપળા,

 

– કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે JCB અને CII કંપનીના સહયોગથી CSR કાર્યક્રમ અંતર્ગત જળસંચયના હેતુસર નવુ તળાવ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.

ઢોલાર ગામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ અધિકારીઓએ JCB-CII કંપનીના સંચાલકોની ઉપસ્થિતિમાં કેન્દ્રિય વિદેશમંત્રીશ ડૉ. એસ. જયશંકરના હસ્તે નવું તળાવ બનાવવાની કામગીરીના પ્રારંભ પ્રસંગે મંત્રી ડૉ. એસ. જયશંકરે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ગ્રામજનોના વિકાસ માટે હાથ ધરાયેલા આ કાર્યથી ગામનો ચોક્કસ વિકાસ થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, હવે પછી આ જિલ્લાની મુલાકાત દરમિયાન અહીંની પ્રગતિનું નિરીક્ષણ કરાશે. આ કામ પુર્ણ થયે ગ્રામજનોને વિકાસના ફળ આગામી સમયમાં મળી રહેશે.

છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવાએ આ વિસ્તારમાં ઉક્ત કંપનીઓ દ્વારા અહીંના ગામની પસંદગી માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

 

JCB કંપનીના સંચાલક સુધીર ચૌધરીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપતાં ઉમેર્યું હતું કે, આ તળાવનું કામ પુર્ણ થયેથી ગામ લોકોને તેમની ખેતીની કામગીરીમાં ઉપયોગી અને સહાયરૂપ બનશે અને આ ગામ આદર્શ ગામ બની રહેશે, તેમ જણાવી નર્મદા જિલ્લામાં અન્ય ચાર-પાંચ ગામોમાં પણ આ પ્રકારે જળસંચયના નવા તળાવો બનાવવાનું કામ હાથ ધરાશે.

 

ઢોલાર ગામે માધ્યમો સાથેના સંવાદમાં વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતમાં ખ્યાતિપ્રાપ્ત JCB-CII કંપની – CSR અંતર્ગત અગાઉ મહારાષ્ટ્રમાં કામ કર્યું હતું. ત્યારબાદ આ સેવાઓ ગુજરાતમાં સરકારના પ્રયાસો થકી શરૂ કરવામાં આવી છે. આ કંપનીને અનુરોધ કરતાં નર્મદા જિલ્લામાં આજે ઢોલાર ગામેથી જળસંચયની કામગીરી (વોટર હાર્વેસ્ટીંગ) નો પ્રારંભ થયો છે. ત્યારે આ વિસ્તારનાં ગ્રામજનોને તેનો લાભ પહોંચશે. ૮૬ X ૮૪ મીટરના સ્થાનમાં તૈયાર થનારા તળાવમાં ૧૨ હાજર ક્યુબીક લીટર જળસંગ્રહ કરાશે.

 

ઢોલાર ગામે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, કેન્દ્રિય સચિવ ગીતાબેન રાઠવા, કેન્દ્રિય સંયુક્ત સચિવ શિલ્પક અંબુલે, મંત્રીના અંગત સચિવ રવિ અરોરા, JCB કંપનીના સંચાલક સુધીર ચૌધરી, JCB અને CII કંપનીના કર્મયોગીઓ, જિલ્લા કલેક્ટર મનોજ કોઠરી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, ઢોલાર ગામના સરપંચ સુધાબેન હિતેશભાઇ વસાવા, ગામના આગેવાનો, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

રિપોર્ટ જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: