રાજપીપળાના સરકારી કર્મચારી રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યો.પોતાના પુત્રના લગ્નમાં વ્યવહારમાં ચાંલ્લાની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરાવવાનું નક્કી કર્યું

રાજપીપળાના સરકારી કર્મચારી રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યો.પોતાના પુત્રના લગ્નમાં વ્યવહારમાં ચાંલ્લાની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરાવવાનું નક્કી કર્યું.


રાજપીપળા, તા.

રાજપીપળાના સરકારી કર્મચારી પ્રવિણસિંહ મોતીસિંહ અટાલિયાના પુત્ર નિરવસિંહના આગામી 30/1/2020 ના રોજ લગ્ન નિર્ધારિત કર્યા છે. પોતાના પુત્રન લગ્નમાં વ્યવહારમાં ચાંલ્લાના પૈસાની જેટલી પણ રકમ આવશે એ રકમ એમણે નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરાવવાનું નક્કી કર્યું છે. રાજપીપળાના રાજપૂત પરિવારના આ રાષ્ટ્રપ્રેમની ભાવનાને લોકોએ બિરદાવવી હતી.


પ્રવિણસિંહ મોતીસિંહ અટાલિયાએ જણાવ્યું હતું કે,ખરેખર તો આ બાબત જાહેર ન કરવી જોઈએ. પણ લોકોમાં જાગૃતિ આવે અને આવું અનુકરણ કરવાથી દેશના શહીદ જવાનના પરિવારને વધુ મદદ મળી રહે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, 1984 માં મારુ આર્મીમાં સેલેક્શન થયું હતું, પણ મારા પિતાએ મને મંજૂરી ન આપી. એ જ સમયથી મારા મનમાં હતું કે, હું સરહદ પર તો જઈ ન શક્યો તો બીજી કઈ રીતે હું દેશની સેવા કરી શકું. મારે ત્યાં દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો અને મેં આ નક્કી કર્યું. મારાથી જે કંઈ મદદ થઈ હતી એ કરવા પ્રયાસ કર્યો છે અન્ય લોકો પણ આમ કરે એવી મારી અપીલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

Translate »
%d bloggers like this: