રાજપીપળા ખાતે બે દિવસ ના પ્રવાસે આવેલ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હસન અસકરી મિયાં નું ઉત્સાહ અને ઉમંગ થી ભવ્ય સ્વાગત કરાયું. હઝરત નીઝમશાહ બાબાની દરગાહ થી ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું.

રાજપીપળા ખાતે બે દિવસ ના પ્રવાસે આવેલ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હસન અસકરી મિયાં નું ઉત્સાહ અને ઉમંગ થી ભવ્ય સ્વાગત કરાયું.
હઝરત નીઝમશાહ બાબાની દરગાહ થી ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું.
તેઓ ઇસ્લામ નામના મહાન પયંગબર નો જન્મદિવસ ગરીબો સાથે મનાવવાનો પણ આદેશ આપ્યો.
રાજપીપળા, તા.


રાજપીપળા ખાતે મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ ફરજંદે મોહદ્દીસે આજમે હીંદ સૈયદ અરબી મીયા સાહબ ફરજંદે આગૌસી હુઝુર સૈયદ શેખુલ ઇસ્લામ મદની સૈયદ હસન અસ્કરી મિયાં રાજપીપળામાં બે દિવસના પ્રવાશે આવ્યા હતા. ત્યારે રાજપીપળા પધારેલ ધર્મ ગુરુ નો સમગ્ર રાજપીપળાના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
તે દરમિયાન નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા અને જતીન વસાવા એ પણ મુલાકાત કરી ને આર્શીવાદ લીધા હતા અને એમની સફળતા માટે દુવા પણ કરી હતી ત્યારે રાજપીપળા પધારેલ ધર્મગુરુ નું રાજપીપળા ના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું
સવારે હઝરત નિઝમશાહ બાબા ની દરગાહ થી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ રાજપીપળા ની પૌરાણિક જામા મસ્જિદ ખાતે તેઓએ સેંકડો મુરીદોને જુમાની નમાજ અદા કરાવી હતી અને મુક્તસર બયાન સાથે દુનિયામાં અમાન સમગ્ર ભારતની એકતા શાંતિ અને સલામતી માટે દુઆઓ પણ કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પધારેલ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હસન અસકરી મિયા મોહદ્દીશે આઝમ મિશન ના મુખ્ય સંચાલક છે

આ મિશન હેઠળ ગરીબ , વિધવા , તેમજ જરૂરતમંદ ને આર્થિક તેમજ સામાજિક મદદ કરવામાં આવે છે ઉપરાંત ગરીબ બાળકીઓ ના સમૂહ લગ્ન સ્વરૂપે ભવ્ય લગન પણ કરાવાય છે ઉપરાંત તેઓએ ઇસ્લામના મહાન પયગંબર નો જન્મ દિન ગરીબો સાથે મનાવવાનો પણ આદેશ આપ્યો હતો. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ પણ મુલાકાત લઈને આશિર્વાદ મેળવ્યા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: