નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળા માંથી શૈક્ષણિક પ્રવાસે જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડ્યો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળા માંથી શૈક્ષણિક પ્રવાસે જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડ્યો.

શિક્ષકની વેગનઆર કાર ઝાડ સાથે અથડાતા ચાલક મુખ્ય શિક્ષક સાથે એક મહિલા શિક્ષિકાનું કરૂણ મોત

બીજી શિક્ષિકા અને એક બાળકી ગંભીર
તમામ ઈજાગ્રસ્તને વડોદરા સારવાર હેઠળ ખસેડાયા

રાજપીપલા

આજરોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળા માંથી શૈક્ષણિક પ્રવાસે જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડ્યોહતો.

જેમા શિક્ષકની વેગનઆર કાર ઝાડ સાથે અથડાતા ચાલક મુખ્ય શિક્ષક સાથે એક મહિલા શિક્ષિકાનું કરૂણ મોત નીપજ્યુ છે .જ્યારે બીજી શિક્ષિકા અને એક બાળકી ગંભીર
તમામ ઈજાગ્રસ્તને વડોદરા સારવાર હેઠળ ખસેડાયા છે

બનાવની વિગત અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી ગામની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તેેેઓ પોઇચા સ્વામિનારાયણ મંદિર જોયા બાદ બાળકોને લઈને શિક્ષકો ડભોઇ વઢવાણા પક્ષીઓ બતાવવા લઇ જતા હતા.જેમાં જેતપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ કોદરભાઈ પટેલે પોતાની વેગન આર ગાડી લઇ લીધી હતી અને બાળકો ટેમ્પામાં સવાર હતા.

વેગન આર. ગાડીમાં ભરતભાઈ પટેલ સાથે સહ શિક્ષિકા કેતકીબેન સંજયભાઈ વસાવા,તેમની પુત્રી વિભુબેન સંજયભાઈ વસાવા અને ઇલાબેન રાવલ પોઇચાથી વઢવાણા જતા હતા.દરમિયાન સેગવા જતા કરાળા ગામ પાસે આ વેગન આર.કાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાઈ અને નીચે ઉતારી ગઈ હતી.જેમાં ભરતભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે બંને શિક્ષિકા અને બાળકી ગંભીર ઈજાઓ પહોંચતા ડભોઇ અને વડોદરા સારવાર માટે લઇ જવામાં આવ્યા.

જેમાં કેતકીબેન વસાવાનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ ઘટનાને લઈને નર્મદા જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ સુરેશ ભગત,પૂર્વ પ્રમુખ હરેન્દ્રસિંહ રાવલજી સહીત હાલના હોદેદારો તથા કેવડિયાના શિક્ષકો ત્યાં દોડી ગયા હતા.
આ ઘટનાથી નર્મદા ના શિક્ષકઆલમમાં ઘેરા શોકનું મોજુ ફરી વલ્યૂછે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ

Translate »
%d bloggers like this: