રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી 

રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી     

ભ્રષ્ટાચાર નાબૂદી માટે વિશેષ લોકજાગૃત્તિની સાથોસાથ સૌ કોઇને સંકલ્પબધ્ધ 

થવા કરાયેલું આહવાન: સંકલ્પપત્ર પર હસ્તાક્ષર સાથે લેવાયાં સામૂહિક શપથ 

 

 આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના એ.સી.બી. નિયામક તથા વડોદરા એ.સી.બી. એકમના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલામાં એમ.આર.આર્ટસ સાયન્સ કોલેજ ખાતે નર્મદા જિલ્લા લાંચ રુશવત વિરોધી પોલીસ ઇન્સ્પેટરની કચેરી દ્વારા લોકજાગૃત્તિના યોજાયેલા વિશેષ કાર્યક્રમને રાજપીપલાના સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ, મદદનીશ સરકારી વકીલ પી.એચ.પરમાર, બાર એસોશીએશનના પ્રમુખ વંદનાબેન ભટૃ, સુરજબા.આર.મહિડા કન્યા વિનય હાઇસ્કૂલના આચાર્ય

જતીનભાઇ વસાવા, સામાજિક કાર્યકર વિજયભાઇ રામી, કોલેજના આચાર્ય ડૅા. શૈલેન્દ્રસિંહ માંગરોલા, પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.પટેલ અને બી.ડી.રાઠવા તેમજ વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. 

આજે રાજપીપલાનીઆ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના વિકાસમાં અવરોધરૂપ ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવા સત્ય અને અહિંસાના માર્ગે મહાસંગ્રામની જરૂરીયાત પર ભાર મૂકી વિશેષ લોકજાગૃત્તિ કેળવવાની હિમાયત કરી હતી.

 કોઇપણ કામ માટે લાંચ આપવી અને લાંચ લેવી એ બન્ને કાયદા હેઠળ ગુન્હો બને છે તેમજ લાંચ આપનાર અને લાંચ લેનાર બંને ગુનેગાર હોય છે. આ સંદેશો વ્યાપક રીતે પ્રજા-જનસમુદાય સુધી પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ પ્રચાર-પ્રસારનું શ્રેષ્ઠ માધ્યમ છે,

આ પ્રસંગે ગુજરાત રાજય લાંચ રુશવત વિરોધી બ્યુરો દ્વારા રાજયભરમાં આ દિશામાં થઇ રહેલી કામગીરીના કેટલાંક કિસ્સાની વિગતો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાઇ હતી તેમજ આ અંગેની દસ્તાવેજી શોર્ટ ફિલ્મ પણ દર્શાવી વિદ્યાર્થીઓને જરૂરી સમજણ સાથે માહિતગાર કરાયાં હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર નિવારણ અંગેના સાહિત્યનું પણ વિતરણ કરાયું હતુ.

પ્રારંભમાં લાંચ રુશવત વિરોધી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.આર.પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આંતરરાષ્ટ્રીય લાંચ રુશવત વિરોધી દિનની ઉજવણીની રૂપરેખા આપી હતી

અને દેશને ભ્રષ્ટાચારમુકત બનાવવા સતત પ્રયત્નશીલ રહેવાની સાથે ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે પોતાનું યોગદાન આપવા સંકલ્પપત્ર પર હસ્તાક્ષર સાથે સામૂહિક શપથ પણ લીધા હતા.

 

 રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Translate »
%d bloggers like this: