થાને મહારાષ્ટ્ર ફોર્સના 20 જવાનોએ સ્ટેચ્યુ ખાતે પહોંચી પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત અભિયાનના સામૂહિક શપથ લીધા.

થાને મહારાષ્ટ્ર ફોર્સના 20 જવાનોએ સ્ટેચ્યુ ખાતે પહોંચી પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત અભિયાનના સામૂહિક શપથ લીધા.
 400 કિમી નો સાયકલ પ્રવાસ કરી સ્ટેચ્યુ પર સરદાર પટેલની ભાવવંદના કરી પરત થાને રવાના થતા સાયકલિંગ એક્ષપેન્ડિચર સાયકલ યાત્રાની પૂર્ણાહુતિ.
રાજપીપળા,
 થાને મહારાષ્ટ્ર એરપોર્ટ ના 20 જવાનોએ સ્ટેચ્યુ ખાતે પહોંચી પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત અભિયાનના સામૂહિક શપથ લીધા હતા અને 400 કિ.મી નો સાયકલ પ્રવાસ કરી સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલની ભાવના કરી પરત રવાના થતાં સાયકલિંગ એક્ષપેન્ડીચર યાત્રાની પૂર્ણાહુતિ કરાઈ હતી. રસ્તામાં આવતા વિવિધ કોલેજોના યુવાનો સાથે મુલાકાત કરી યુવાનોને આર્મી યા એરફોર્સમાં જોડાવા માટે માર્ગદર્શન આપ્યું હતું,  અને કોલેજના જે યુવાનો એનસીસી માં જોડાયા છે
તેમના માટે આર્મી એરફોર્સમાં જોડાવા માટેની ઉત્તમ તક છે,  તેમ જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં સ્ક્વૉર્ડન લીડર વિજ્ઞેશકુમારે યુવાનોને આર્મી એરફોર્સમાં જોડાવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સ્ક્વૉર્ડન  વિજ્ઞેશકુમારે જણાવ્યું હતું કે અમે થાણે એરફોર્સ સ્ટેશન મહારાષ્ટ્ર થી 400 કિમી ના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના પ્રવાસે નીકળ્યા હતા,  અમે સાયકલ યાત્રા દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનાં દર્શન કરવાની ઈચ્છા પૂરી થઈ છે.
 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
Translate »
%d bloggers like this: