ઓરી જન્ગલ મા થી ઝડપાયેલ હથિયાર પ્રકરણ મા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બે દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

ઓરી જન્ગલ મા થી ઝડપાયેલ હથિયાર પ્રકરણ મા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બે દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ.

ઓરીના જંગલમાંથી સિગલ બેરલની ઝડપાયેલ બે બંદૂક 800 એકરના જંગલમાં સસલાનો શિકાર કરવામાં વપરાતી હતી.

હવે કેવડીયા સફારી પાર્કમાં પણ પ્રાણીઓનો શિકાર કરવાની શક્યતા સામે પણ સવાલો ઊભા થયા, સુરક્ષા જરૂરી.

ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન.આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બે દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ.

આરોપીઓ જંગલમાં સસલાને બંદુકથી મારીને ખાતા હોવાની કબૂલાત. આ બંને બંદૂકો ફરાર ત્રણ આરોપીઓની હોવાનું જણાવતાં ઝડપાયેલા આરોપીઓની કેફિયત

ફરાર ત્રણ આરોપીઓની વધુ પૂછપરછ માંથી વધુ માહિતી મળશે ઇ.ચા.એસીપી રાજેશ પરમાર.

રાજપીપળા,

ઓરીના જંગલમાં સીંગલની ઝડપાયેલ બે બંદૂકો ના મોત નો બીજો સામાન ઝડપાયા પછી ઓરીના 800 એકરના જંગલમાં પ્રાણીઓના શિકાર કરવાઆ બંદૂકો વપરાતી હતી એ હકીકત બહાર આવતા નર્મદા પોલીસ ચોંકી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જંગલમાં સસલાનો શિકાર કરવામાં આવતો હતો, અને તેમને મારીને તેમની મીજબા ઉડાવતા હોવાની બાતમી થી પોલીસ તંત્ર ચોંકી ઉઠયું હતું હવે આરોપીઓની પૂછપરછ બાદ બીજી ઘણી માહિતી મળી શકે તેમ હોવાનું નર્મદા પોલીસ જણાવે છે. એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી ઝડપાયેલા 6 આરોપીઓને આમલેથા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે, અને હાલ સમગ્ર. બનાવની તપાસ આમલેથા પોલીસ કરી રહી છે. આમલેથા પીએસઆઇ એમ.બી.વસાવા ઝડપાયેલા 6 આરોપીઓ વિનોદભાઈ સેવણીયાભાઈ વસાવા (રહે, દઢવાડા ), મહેશભાઈ શામળભાઈ વસાવા (રહે, ગાડીત ), શંકરભાઈ પોણાભાઈ વસાવા (રહે,ગાડીત ), કનુભાઈ કાલીદાસભાઈ

વસાવા(દઢવાડા),સુરેશભાઈ રૂપસિંહભાઇ વસાવા (રહે,દઢવાડા ) વસંતભાઈ મનસુખભાઇ વસાવા (રહે,દઢવાડા) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં વધુ સઘન તપાસ માટે 7 દિવસની રિમાન્ડની પોલીસે માંગ કરી હતી પણ કોર્ટે બે દિવસના રિમાન્ડ રજૂ કર્યા છે. તપાસ કરનાર પીએસઆઇ વસાવાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે આ બંદૂક નો ઉપયોગ અને સસલા મારવા માટે કરતા હતા અને આ બંદૂકથી સસલાનો શિકાર કરીને તેને મારીને અમે ખાતા હતા જોકે આ બંદૂક અમારી નથી પણ ફરાર થયેલા આરોપીઓની હોવાનું જણાવતા હવે પોલીસે ત્રણ ફરાર આરોપીઓ ઇશ્વરભાઇ ચીબાભાઇ વસાવ (રહે, કાકડવા ), સંજયભાઈ રૂપજીભાઈ વસાવા (રહે, દઢવાડા ), ભરતભાઈ રૂપસિંગભાઈ વસાવા (રહે, દઢવાડા) ઝડપી પાડવા તેમના ગામ દઢવાડા તેમના ઘરે ગઈ હતી પણ આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ 6 આરોપી આમલેથા પોલીસ કસ્ટડીમાં રખાયા છે. આમલેથા પોલીસ સ્ટેશનથી હાથની બનાવટની સીંગલ બેરલ બંદૂક 2, 45 ગ્રામ જેટલું દારૂખાનું, ચાર સુતળી બોમ્બ, 30 નાના છરા, 7 મોટા સીસા ના છરા તથા મોટર સાયકલ કિં.રૂ.120000/-તથા મોબાઈલ ફોન નંગ.6 કિં.રૂ. 4000/- સાથે મુદ્દામાલ કબજે કરી તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી આમલેથા પોલીસે હાથ ધરી છે.આ બનાવ પછી હવે કેવડિયાના સફારી પાર્કમાં પણ પ્રાણીઓનો શિકાર શક્યતા સામે પણ સવાલો ઉભા થયા છે, તે માટે સઘન તપાસ સુરક્ષા જરૂરી હોવા પર ભાર મૂક્યો છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: