નર્મદા પોલીસ ઈન્વેસ્ટિગેશન ટીમની કામગીરીને લગતી સ્પેશિયલ નર્મદા પોલીસ વિશયાંગ પોલીસ પોથીનું જિલ્લા પોલીસવડાના હસ્તે વિમોચન

નર્મદા પોલીસ  દ્વારા છેલ્લા એક વર્ષમાં કરેલ કામગીરી, ઇન્વેસ્ટિગેશન અંગેની માહિતી નો રસથાળ પિરસી માહિતીઓનું સંકલન કરેલ નર્મદા પોલીસ સ્પેશિયલ વિશેષાંક પોલીસ પોથીનું વિમોચન રાજપીપળા પોલીસ વડાની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, ચેતનાબેન ચૌધરી, એસ.જે.મોદી, સાગર રાઠોડ, તેમજ અન્ય પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું.આ પ્રસંગે પોલીસ પોથીના તંત્ર યાગ્નિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પોલીસ પોથીમાં નર્મદા જિલ્લાના ઇતિહાસ ખૂનના ગૂના, અનડિટેક્ટ ચોરી, દારૂ ની રેડ, જુગારની રેડ, શહીદ દિન ની ઉજવણી, શ્રદ્ધાંજલિ, નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની અટકાયત, નર્મદા પોલીસનો વાર્ષિક ઇન્સ્પેકશનને કામગીરી, પરેડ, ગુનાહિત ઇસમોને કરવાની કામગીરી, નર્મદાના ચાલતા ચાલતા ગેરકાયદે પશુઓની હેરાફેરી પકરણ ઇન્વેસ્ટિગેશન, પોલીસની બઢતી બદલી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોલીસને કાયદો અને વ્યવસ્થાની કામગીરી, લૂંટ પ્રકરણમાં ડિટેકશન, સ્ટેચ્યુ પર સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી, અકસ્માતો નિવારવા ટ્રાફિકની કામગીરી વગેરે કામગીરી ની તસ્વીર સાથે ની ઉપયોગી વિગત સમજાવવામાં આવી છે.

આ પ્રસંગે પોલીસ વડા હિમકરસિહ વિમોચન બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોલીસપોથીમાં નર્મદા પોલીસની દર્શાવેલ કામગીરીએ નર્મદા પોલીસની કામગીરીનો અરીસો છે. જેમાં નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી કેવી રીતે છે, તેનો ખ્યાલ આવે છે. તેમ જ અન્ય પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ને એમાંથી પ્રેરણા મેળવવા અનુરોધ કર્યો હતો.

 

રિપોર્ટ : .જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: