બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન સાથે ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની  પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં કટિબધ્ધ થવા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલનો ખેડુતોને અનુરોધ

બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન સાથે ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની 
પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં કટિબધ્ધ થવા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલનો ખેડુતોને અનુરોધ
મલ્ટીપરપઝ ફુડ પ્રોસેસીંગ ક્ષત્રે હરિયાણાના પ્રગતિશીલ ખેડુત અને રાષ્ટ્રપતિ એવોર્ડ 
વિજેતા  ધરમવીર કંમ્બોજ દ્વારા ખેડુત તાલીમાર્થીઓને વિવિધ સાધનોની 
ઉપયોગીતા અંગે પ્રત્યક્ષ નિદર્શન થકી જરૂરી સમજ સાથે માર્ગદર્શન પુરું પડાયું
અંતરિયાળ દેડીયાપાડા-સાગબારાના આદિવાસી ખેડુતો માટે બાગાયતી પેદાશોમાં મૂલ્ય વૃધ્ધિ અંગે નિવાલ્દા ખાતે યોજાયેલી ત્રિદિવસીય કાર્યશિબીરમાં આશરે-૫૦ જેટલાં ખેડુતોએ લીધેલો ઉત્સાહભેર ભાગ
  રાજપીપલા, તા 27
 એસ્પીરેશનલ ડિસ્ટ્રીક-નર્મદા અંતર્ગત જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડુત ભાઇ-બહેનો બાગાયતી પેદાશોમાં મુલ્ય વુદ્ધિ સાથે વધુ ઉપજ મેળવે અને તે દ્વારા આગામી-૨૦૨૨ સુધી વડાપ્રધાન અને રાજ્યનાં મુખ્યમંત્રીની ગુજરાતનાં ખેડુતોની આવક બમણી કરવાની પરિકલ્પનાને સાકાર કરવાં રાજપીપલા બાગાયત વિભાગ અને આદિ ઐાષધિય જૂથનાં ઉપક્રમે દેડીયાપાડા તાલુકાનાં નિવાલ્દા ખાતે બાગાયતી પેદાશોમાં મુલ્યવૃધ્ધિ અંગે યોજાયેલાં ત્રિદિવસીય વર્કશોપમાં દેડીયાપાડા અને સાગબારાનાં અંદાજે ૫૦ જેટલાં ખેડુતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નિવાલ્દા ખાતે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન યોજાયેલાં ઉક્ત વર્કશોપમાં મલ્ટીપરપઝ ફ્રુડ પ્રોસેસિંગ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હરિયાણાના પ્રગતિશીલ ખેડુતશ્રી ધરમવીર કંમ્બોજે ઉક્ત ત્રિદિવસીય કાર્ય શિબીર દરમ્યાન આ તાલીમનાં મુખ્ય ટ્રેનર તરીકેની વિશેષ સેવા આપીને બાગાયતી પાકોમાં મુલ્યવર્ધિત અંગે પ્રોસેસિંગ યુનિટ, ઐાષધિય સુગંધી પાકોના ડિસ્ટીલેશન યુનિટ અને ટુલ્સ ઇક્પવીમેન્ટ શોર્ટીંગ-ગ્રેડીંગ સાધનોની ઉપયોગીતા અંગે ખેડુતો સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા વિસ્તૃત જાણકારી  આપી હતી. નર્મદા જિલ્લામાં ગત વર્ષે આ પ્રકારની વ્યક્તિગત સાધન સહાય- બે લાભાર્થી તેમજ એક લાભાર્થી જુથને પુરી પડાઇ હતી.
આ કાર્ય શિબીરનાં અંતિમ ચરણમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર  આઇ.કે.પટેલે તેમનાં પ્રંસગોચિત્ત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, બદલાતા સમયની સાથોસાથ ખેડુતોએ ખેત પધ્ધતિમાં પણ બદલાવ લાવી વૈજ્ઞાનિક ઢબે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી ખેત પધ્ધતિ અપનાવીને આગામી ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનો સરકારનો અભિગમ સાકાર થાય તે દિશામાં કટિબધ્ધ થઇ ખેડુતોને ઓર્ગનિક ખેતી માટેનું આહ્વવાન કર્યું હતું. તેમણે બાગાયતી પેદાશોમાં મુલ્ય વર્ધનનું મહત્વ સમજાવી આ અંગે જરૂરીયાત- મંદોને સરકારી સહાય પૂરી પાડવા માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સંયુક્ત બાગાયત નિયામક એસ.એસ.ગાવિતે તેમનાં પ્રસંગોચિત ઉદબોધનમાં  કાજુ, જામફળ, સિતાફળ જેવાં પાકો મુલ્ય વર્ધિત માટે આ વિસ્તારની દેણ છે તેમ જણાવી મુલ્ય વૃધ્ધિ કરવાથી ખેડુતોને બાગાયતી પેદાશોના સારા ભાવ મળવાની સાથોસાથ તેમની આર્થિક સ્થિતિ વધુ સમૃધ્ધ બને તેવો આશય આ વર્કશોપનો રહેલો છે.
નાયબ બાગાયત નિયામક ડૅા. સ્મિતાબેન પિલ્લાઇએ દાડમ, જામફળ ઉપરાંત ઐાષધિમાંથી સાબુ બનાવવાં વગેરે જેવી બાગાયતી પેદાશોમાં મુલ્ય વૃધ્ધિ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક પેદાશોનું વેચાણ થાય તે દિશામાં બાગાયત વિભાગનાં ઘનિષ્ટ પ્રયાસો રહ્યા હોવાનું ઉમેર્યું હતું.
હરિયાણા રાજ્યનાં મલ્ટી પરપઝ ફ્રુડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા  ધરમવીરસિંહ કમ્બોજે જણાવ્યું હતું કે, હું પણ સામાન્ય ખેડુત છું પરતું વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી પાક ઉત્પાદનમાં વધારો થશે. મલ્ટી પરપઝ ફ્રુડ પ્રોસેસિંગ દ્વારા મને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાનાં દેડીયાપાડામાં તાલીમાર્થીઓને ત્રિદિવસિય તાલીમ આપવામાં આવી છે જેમાં એલાવેરા જેલ, એલાવેરા જ્યુસ, એલાવેરા શોપ સહિત વિવિધ ૧૬ જેટલાં ઐાષધિઓની અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવી છે, ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા આ તાલીમાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વેચાણ  સ્ટોલની વ્યવસ્થા માટેના સુચન  સાથે  તેનું યોગ્ય માર્કેટીંગ થયેથી દેશ-વિદેશના મહત્તમ પ્રવાસીઓ સુધી પહોંચે શકશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વન સંરક્ષક ડૅ.કે.શશીકુમાર,નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૅા. નિલેશ ભટ્ટ,  સતીષભાઇ ઢીમર, ફ્રાન્સીસભાઇ વગેરેએ  પણ બાગાયતી પેદાશોમાં મુલ્ય વૃધ્ધિ માટેની પ્રાથમિક જાણકારી પૂરી પાડી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતાં.
સાગબારા તાલુકાના પ્રગતિશીલ ખેડુત તાલીમાર્થી શ્રીમતી  ઉષાબેન દિનેશભાઇ વસાવાએ તાલીમ અંગેનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે, મુલ્યવર્ધિત તાલીમ દ્વારા મને ટામેટા, જામફળ જેવાં અલગ-અલગ ફળોમાંથી પ્રોડક્ટ બનાવીને સારૂં ઉત્પાદન કઇ રીતે મળે તે મને આ શિબિર દ્વારા જાણવા મળ્યું છે.તેમજ વેસ્ટ ભાગોમાંથી પણ સાબુ-તેલ પણ બનાવી શકાય છે તે પણ જાણવા મળ્યું. તેવીજ રીતે દેડીયાપાડા તાલુકાના નવાગામનાં પ્રગતિશીલ ખેડુત દેવજીભાઇ ગજરાભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, શિબીરમાં આવવાથી સરકારની વિવિધ યોજનાની મને જાણકારી મળી છે તેની સાથોસાથ મશીનરી અને અલગ અલગ ઐાષધિઓ દ્વારા વધુ ઉત્પાદન કઇ રીતે મળે તે પણ જાણવા મળ્યું છે.
 આ પ્રંસેગે વિવિધ મશીનરીઓ તેમજ વિવિધ સ્ટોલ પ્રોડક્ટ અને  શિબીરમાં તાલીમ સંદર્ભ સેવાઓ આપી રહેલા પ્રગતિશીલ ખેડુતો અંગેની જાણકારી નાયબ બાગાયત નિયામક ડૅા. સ્મિતાબેન પિલ્લાઇએ ઉપસ્થિત મહાનુભાવોને પુરી પાડી તેમને માહિતગાર કર્યા હતાં. 
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા 
Translate »
%d bloggers like this: