આરોપીના જામીન ફગાવી દેતી રાજપીપળા કોર્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડુપ્લીકેટ ટિકિટ બનાવનાર આરોપીના જામીન ફગાવી દેતી રાજપીપળા કોર્ટ.
1000રૂ.ની ટિકિટના 500 વધુ લઇ બે ટિકિટના 1000રૂ. વધારે લઈ પ્રવાસીઓ સાથે છેતરપિંડીની પોલીસ ફરિયાદ થઈ હતી.
રાજપીપળા તા 28

થોડા વખત પહેલા વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હોય ડાયરેક્ટ સ્ટેચ્યુ સુધી જવા માટે 1000 રૂ.ની એક્સપ્રેસ ટીકીટ પ્રવાસીઓ માટે શરૂ કરાઇ હતી. જેમાં મુંબઇના ગ્રાહક દિપક ટૂર એન્ડ ટ્રાવેલ્સ ના મથુરા જોષી પાસેથી ઓનલાઈન બે ટિકિટ લીધી હતી. જે એક ટિકિટની કિંમત 1000 રૂ. હોવા છતાં બે ટિકિટના 3000રૂ.લઇ1000રૂ વધારે લઇ છેતરપિંડી નો કિસ્સો પોલીસ ફરિયાદમાં ફરિયાદ સુધી પહોંચ્યો હતો. અને આ બાબતનો કેસ રાજપીપળાની કોર્ટમાં જતા અરજદાર જામીન અરજી કરી હતી પણ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દઈ નામંજૂર કરી દીધી છે. 

જેમાં ફરિયાદી નિકુંજ એન ગજ્જર મામલતદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરિયાદની વિગત મુજબ સ્ટેચ્યુ ખાતે 1500/- લેખે લખેલી એક ટિકિટ જે બે જણની આવેલી હતી, આ ટિકિટ ધારક પ્રવાસી પ્રભાકરભાઈ મુંબઈ નિવાસી હતા, તેમને સ્ટેચ્યુ ઓફિસમાં બોલાવી પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેઓ પેકેજ ટુર માં આવેલા હતા અને દિપક ટૂર એન્ડ ટ્રાવેલ્સ ના મથુરા જોષી પાસેથી ટિકિટ લીધેલી હતી. તેને આપેલ નંબર પર વાત કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની સાથે આ ટિકિટ બુક કરી હતી. આ સ્ટેચ્યુ માટે એક્સપ્રેસ ટિકિટ ની કિંમત રૂ1000/- જ છે અને રૂ 1500 /-ની ટિકિટ ની પીડીએફ કરીને ટિકિટ બનાવેલ છે. એવું ટિકિટ જોતા જણાઈ આવે છે તો આ ફોજદારી ગુનો પ્રથમ નજરે માલુમ પડે છે જેથી યોગ્ય કાર્યવાહી કરવાની ફરિયાદ આપેલ છે. 

જેથી પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસ તપાસમાં ડુબલીકેટ ટિકિટ બનેલાનું ધ્યાન માં આવતા આઈ.પી.એસ કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ તથા આઇ.ટી એક્ટ ની કલમ 66 (ડી) મુજબ ટીકીટ બનાવનાર આરોપી સચિન ગુલાબસિંગ કે ઉ.વ.28 રહેવાસી ઇસ્ટ કલ્યાણ તા.કલ્યાણ જિ.થાણાની તા. 19/5/2019 ના રોજ અટક કરેલ છે.
ત્યારબાદ તેમણે એ.ડિ.સેસન્સ જડજ સામે જામીન અરજી સરકાર પક્ષે સરકારી વકીલ જીતેન્દ્ર સિંહ ગોહીલ દ્દ્વારા ધારદાર રજૂઆતને ધ્યાનમાં લેતાં કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી અને કોર્ટ સમક્ષ એવી દલીલ કરાઈ હતી કે હાલમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રોજેક્ટ ચાલુ થયેલ હોય અને ભવિષ્યમા પણ છેતરપિંડી વિશ્વના લોકોને ન થાય તે ધ્યાન રાખવું જોઈએ અને તેઓ આ કૃત્ય જોતા જામીન આરોપીને જામીન ઉપર મુક્ત કરવા મા આવે તો આવા કૃત્યો કરવાવાળાઓને પ્રોત્સાહન મળે તેમ હોય. આવા સંજોગોમાં હાલના આરોપીની જામીન અરજી રદ કરેલ હતી. જે દલીલને ધ્યાને લઇ આઇ.પી.સી.કલમ ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ તથા આઇ.ટી એક્ટ ની કલમ 66 (ડી)મુજબ કોર્ટે અરજદારની જામીન અરજી ફગાવી દઈ નામંજૂર કહી છે. હવે તેમની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પોલીસ તંત્ર સજ્જ બન્યું. છે
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા