live crime news નર્મદાના અંતરિયાળ ગામો માં બસની પુરતી સુવિધા ન હોવાથી આજે પણ શાળાએ બાળકોને ચારથી પાંચ કિમી સુધી ચાલતાં જવું પડે છે

નર્મદાના અંતરિયાળ ગામો માં બસની પુરતી સુવિધા ન હોવાથી આજે પણ શાળાએ બાળકોને ચારથી પાંચ કિમી સુધી ચાલતાં જવું પડે છે !

ડેડીયાપાડા તાલુકાના ઊંડા નાગામ નાની બેડવાણ ગામના 68 બાળકોને ચોખવાડા અને ડેડીયાપાડા ગામે સ્કૂલ પગપાળા દરરોજ પાંચ કિમી ચાલતા જવું પડે છે !

આવતા જતા રોજના 10 કી.મી.નો માસૂમ બાળકોની પદયાત્રા!

ગામમાં ધોરણ 8 સુધીની જ શાળા હોવાથી ધોરણ 8 થી 12 ના આગળના અભ્યાસ માટે ગામમાં શાળા ન હોવાથી પાંચ કિ.મી.ની શાળામાં ચાલતા જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર.

બસની તથા ખાનગી વાહનો સુવિધાના અભાવે બાળકોનોસમય અને શિક્ષણ પર પડતી વિપરીત અસર.

એસપી રેશનલ ડીસ્ટ્રીક નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો પ્રાથમિક સુવિધાથી વંચિત,

સારા રસ્તાઓ, સ્કૂલ તેમજ વાહનોની સુવિધા નો અભાવ,

રાજપીપળા, તા. 24

નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે. આજે પણ નર્મદાના આંતરિયાળ ગામો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જેમાં નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં બસોની અપૂરતી સુવિધા ન હોવાથી આજે પણ શાળાએ બાળકોને ચારથી પાંચ કિમી સુધી પગપાળા ચાલતા સ્કૂલે જવું પડે છે ! જેમાં દેડિયાપાડા તાલુકાના ઉંડાણના ગામ નાની બેડવાણ ગામમાં માત્ર 1 થી 8ધોરણ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે, પણ ધોરણ 9 થી 12 ના આગળના અભ્યાસ માટે ગામમાં શાળા ન હોવાથી ગામના 68 જેટલા બાળકોને ચોખવાડા ગામે અને દેડીયાપાડા ગામ એ સ્કૂલે પગપાળા દરરોજ પાંચ કિમી ચાલતા જવું પડે છે ! આ અંગે ગામના સરપંચ પ્રદ્યુમન વસાવાના જણાવ્યા અનુસાર ગામ માં ધોરણ 9 થી ઉપરના વર્ગની શાળા ન હોવાથી બાળકોને પગે ચાલતા જવું પડે છે, આવતા જતા કુલ 10 કિમીની બાળકોનો રોજ કસરત કરવી પડે છે. બસની તથા ખાનગી વાહનની સુવિધાના અભાવે બાળકો નો સમય અને શિક્ષણ પર વિપરીત અસર પડે છે, એ માટે બાળકોને સવારે 7 વાગે સ્કૂલે નીકળી જવું પડે છે, અને સાંજે અંધારું થતા મોડી સાંજે ઘરે પહોંચે છે. આ અંગે અમે ગામમાં ધોરણ 9 થી 12 ની શાળાની માંગણી કરેલ છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. શિક્ષણ વિભાગ નવા વર્ગોને માન્યતા આપે, બસની સમયસર પૂરતી સુવિધા આપે તેવી માંગ ગ્રામજનો વાલીઓની માંગ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: