શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકાના પ્રશ્ને નર્મદા કોંગ્રેસ આગળ આવી શિક્ષકોના પ્રશ્ને નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા એ રાજ્યના મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી. નગરપાલિકાના કર્મચારીઓનો પગાર પ્રશ્ને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ આંદોલન છેડશે.

શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકાના પ્રશ્ને નર્મદા કોંગ્રેસ આગળ આવી
શિક્ષકોના પ્રશ્ને નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા એ રાજ્યના મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી.
નગરપાલિકાના કર્મચારીઓનો પગાર પ્રશ્ને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ આંદોલન છેડશે.

શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકા ના પ્રશ્ને નર્મદા કોંગ્રેસ આગળઆવી છે .જેમા શિક્ષકો ના પ્રશ્ને નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ રાજ્ય ના મુખ્યમંત્રી ને લેખીત રજુઆત કરીછે.તો બીજી તરફ નગરપાલિકા ના કર્મચારીઓ નો પગાર પ્રશ્ને નાંદોદવિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ આંદોલન છેડશે.
જેમા રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ અંગે રાજપીપળા ખાતે નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવાને નર્મદા જિલ્લા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘદ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

આ આવેદન પત્ર મળતા જ નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ને લેખીત રજુઆતકરીને શિક્ષકો ની માંગ સનતોષવા માગણી કરી છે.
જ્યારે બીજી તરફ ચાર મહિના થીનગરપાલિકા ના કર્મચારીઓનો પગાર નહીં થતો હોવાથી કોરોના મહામારી માં ખૂબ વિકટ હાલાકી ભોગવી રહ્યા છે. જેની નોંધ લઈ ટૂંક સમયમાં નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસર તથા કલેક્ટર ને આવેદનપત્ર આપશે અને જો આવેદનપત્રની માંગને અનદેખી કરશે તો આવનારા સમય માં ગાંધીચીંધ્યા માર્ગે અથવા તો ઉગ્ર આંદોલન કરશે.એમ નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવાએ જણાવ્યુ હતુ.
gf
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: