ઢોલાર ગામમાં પંજાબ નેશનલ બેંક દ્વારા ગ્રામજનો ને માસ અને સેનેટાઇઝર નું વિતરણ કરાયું.

ઢોલાર ગામમાં પંજાબ નેશનલ બેંક દ્વારા ગ્રામજનો ને માસ અને સેનેટાઇઝર નું વિતરણ કરાયું.
રાજપીપળાની બેન્કોએ પણ કોરોના ની લડાઈ સામે સામાજિક જવાબદારી નિભાવી.
ગામના મહિલા સરપંચ ના હસ્તે વિતરણ કરાયું.
રાજપીપળા,તા.21

હાલ નર્મદા માં કોરોના ના કેસો વધી રહ્યા છે. લોકો માસ પહેરવાનું વિચરી રહ્યા છે.તેમજ સેનેટાઈઝરનો ઝાઝો ઉપયોગ કરતા નથી ત્યારે લોકલ સંક્રમણના લાગે તે માટે રાજપીપળાની બેન્કો પણ કોરોનાની લડાઈ સામે સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે.જેના ભાગરૂપે નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં પંજાબ નેશનલ બેંક દ્વારા ગ્રામજનોને માસ્કને સેનેટાઈઝર નું વિતરણ કરાયું હતું.ગામમાં 300 જેટલા માસ્ક તથા 100 જેટલી સેનેટાઈઝરનું વિતરણ કરાયું હતું અને લોકોને માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા જણાવી સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કરાયો હતો. તેમજ તેને હંમેશા માસ્ક નો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પંજાબ નેશનલ બેન્કના મેનેજર પથિક શાહ તથા કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
gf

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: