રાજપીપલા સિવિલ હોસ્પિટલમા કોરોનાના શંકાસ્પદ મૃતક દર્દી સાથે શર્મનાક ઘટના .

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ :

રાજપીપલા સિવિલ હોસ્પિટલમા કોરોનાના શંકાસ્પદ મૃતક દર્દી સાથે શર્મનાક ઘટના . . .

4 કલાક સુધી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ પડ્યો રહ્યો પણ એ મૃતદેહને કોઈ વાહન સ્મશાન ઘાટ સુધી પહોંચાડવા તૈયાર ન થયું.

અંતે મહા મુસીબતે મૃતદેહને સીધો જ સ્મશાનઘાટ લઈ જવાયો

કોરોનાનો દર્દી મૃત્યુ પામે તો એના મૃતદેહનો સરકારી ગાઈડલાઈન મુજબ જલ્દી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થાછે જ નહીં.. !

રાજપીપળા: તા 18

આજે રાજપીપલા સિવિલ હોસ્પિટલમા કોરોનાના શંકાસ્પદ મૃતક દર્દી સાથે શર્મનાક ઘટના બનવા પામી હતી. 4 કલાક સુધી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ પડ્યો રહ્યો પણ એ મૃતદેહને કોઈ વાહન સ્મશાન ઘાટ સુધી પહોંચાડવા તૈયાર ન થયું.અંતે મહા મુસીબતે મૃતદેહને સીધો જ સ્મશાનઘાટ લઈ જવાની ઘટના સામે આવી છે

નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને રાજપીપળામાં લોકલ સંક્રમણને લીધે કોરોનાનાં કેસ દિવસે દિવસે વધી રહ્યાં છે. રાજપીપળામાં જ્યાં કોરોનાના કેસ સામે આવ્યા છે .એવા 7 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને એન્ટીજન કોવિડ ટેસ્ટને કામગીરી કરાઈ રહી છે. રાજપીપળા એક બીમાર વ્યક્તિને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયો જ્યાં તબીબોએ એને મૃત જાહેર કર્યો. પણ એ મૃતદેહ સાથે માનવતાને શર્મસાર કરતી એક ઘટના ઘટી. 4 કલાક સુધી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ પડ્યો રહ્યો પણ એ મૃતદેહને કોઈ વાહન સ્મશાન ઘાટ સુધી પહોંચાડવા તૈયાર ન થયું.
gf

રાજપીપળાના આશાપુરી મંદિર પાસે રહેતા 55 વર્ષીય યોગેશભાઈ સોની છેલ્લાં ઘણાં દિવસોથી બીમાર ચાલી રહ્યાં હતાં. એમની સારવાર પણ ચાલી રહી હતી. કોરોના મહામારી ચાલી રહી છે તો પરિવારજનોએ અને આરોગ્ય વિભાગે એમને કોરોના ટેસ્ટ કરાવવા સલાહ પણ આપી હતી. પણ અચાનક 18/7/2020 નાં રોજ તેઓ બેભાન થઈ જતા એમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયાં. દરમિયાન હાજર તબીબોએ એમને મૃત જાહેર કર્યાં.

જો કે એમનું મૃત્યુ સિવિલ હોસ્પિટલ લવાતા રસ્તા વચ્ચે થયું કે લવાયા બાદ એ જાણી શકાયું નથી. એક તરફ પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં કલ્પાંત કરી રહ્યાં હતાં. તો બીજી તરફ અન્ય પરિવારજનો મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી બહાર કાઢવા ગાડીની વ્યવસ્થા કરી રહ્યાં હતાં. 4 કલાકનો સમય વીતી ગયો પણ કોઈ વાહન એમને લઇ જવા તૈયાર ન થયું. અંતે મહા મુસીબતે રાજપીપળા પાલિકાની શબ વાહિનીમાં મૃતદેહને પ્લાસ્ટિકમાં પેકિંગ કરી ઘરે લઈ જવાની જગ્યાએ સીધો જ સ્મશાનઘાટ લઈ જવાયો હતો. આની પરથી એમ કહી શકાય કે એમનું મૃત્યુ શંકાસ્પદ કોરોનાને લીધે થયું હોવું જોઈએ.

હવે કોઈ વાહન ન આવવાનું એક કારણ એ પણ હોઈ શકે કે યોગેશભાઈ સોનીનું કોરોનાને કારણે જ મૃત્યુ થયું હોવાની અફવા શહેરમાં વાયુવેગે ફેલાઈ હતી. પણ આ ઘટના પરથી એ બાબત સાબિત થાય છે કે કદાચ જો રાજપીપળામાં સારવાર દરમ્યાન કોઈ કોરોનાનો દર્દી મૃત્યુ પામે તો એના મૃતદેહનો સરકારી ગાઈડલાઈન મુજબ જલ્દી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થાછે જ નહીં. જે ખરેખર શરમજનક બાબત કહેવાય.
સાથે-સાથે આ ઘટના બાદ નર્મદા જિલ્લા વહિવટી તંત્રની બેદરકારી પણ સામે આવી છે. જો એમ માની પણ લઈએ કે યોગેશભાઈ સોનીનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે તો એવા સંજોગોમાં 4 કલાક સુધી મૃતદેહ પડી રહેવો એ અન્ય દર્દીઓ માટે હાનિકારક સાબિત થાય. મૃતદેહનો જેટલો મોડો નિકાલ કરીએ એટલો જ સંક્રમણનો વધુ ખતરો હોવાનું આરોગ્ય વિભાગનાં જાણકારોનું માનવું છે.

અમે એમને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું હતું પણ ન કરાવ્યો: ડો. આર. એસ. કશ્યપ,
રાજપીપલા તા 28

EMO નર્મદા
નર્મદા જિલ્લા EMO ડો. આર. એસ. કશ્યપે જણાવ્યું હતું કે અમે એમને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું હતું પણ કરાવ્યો નહીં. એમનું મૃત્યુ કોરોનાને કારણે જ થયું એવું ન કહી શકાય પણ શંકાસ્પદ જરૂર કહી શકાય. દરેક લોકોએ પોતાની કાળજી જાતે જ રાખવી પડશે. જો કોઈને પણ શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો હોય એમણે તુરંત આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો, જો છુપાવવાની કોશિશ કરશો તો જે તે વ્યક્તિએ ભોગવવું પડશે. આરોગ્ય વિભાગ તો દરેક વિસ્તારોમાં સર્વે અને એન્ટીજન કોવિડ ટેસ્ટની કામગીરી કરી જ રહી છે.
……………………………
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: