જય હો નગરપાલિકા . રાજપીપળા ની જનતા ને કોરોના મહામારી વચ્ચેકમ્મરતોડ આકરાં કરવેરા ની ભેંટ: રાજપીપલા નગર પાલિકા ની સામાન્ય સભામા ભાજપ કોંગ્રેસે ભેગા મળીને વેરાવધારા બિલ કર્યુ પાસ

રાજપીપલા નગર પાલિકા બોલાવાયેલી સામાન્ય સભા વેરાવેરા વધારવા ના મામલે તોફાની બની

ભારતની પહેલી એવી નગરપાલિકા છે જેણે કોરોના મહમારીમાં વેરો વધાર્યો છે.

પૂર્વ પ્રમુખ અને સદસ્ય મહેશ વસાવા અને મુખ્ય અધિકારી જયેશ પટેલ વચ્ચે તું તું મૈ મૈ…

એજન્ડા રદ કરેલી સભા ફરી ન બોલાવી શકાય આ આખી સભા ગેરકાયદેસર છે.મહેશ વસાવા

સાહેબ તમને બોર્ડમાં બોલવાનો અધિકાર નથી તમે તો અમારા નોકર છો,મહેશ વસાવા એ ભરી સભામાં ચીફ ઓફિસરની બોલતી બંધ કરી !

રાજપીપળાની જનતા પાસેથી મંગાવેલ હજારો વાંધા અરજીઓ સાથે પાલિકા સત્તાધીશોએકરી મજાક મશ્કરીથી પ્રજામાં ભારે રોષ

લોકોને શોશીયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપનારા સદસ્યોએ જ જાહેર નામા નોન ભંગ કર્યો

રાજપીપળા ખાતે સોમવારે રાત્રે 8વાગ્યા સુધી ચાલેલી સમાન્ય સભા વેરા વધારવાના મામલે તોફાની બની હતી .પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી સમાન્ય સભા પ્રમુખ જિગીશા બેન ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી .જેમા કૂલ 25પૈકી 21સદસ્યો હાજર રહ્યા હતા અને 3સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેમા 14જેટલા એજન્ડા ના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાતા શાબ્દિક ઘર્ષણ અને ચીફ ઓફિસર સામે તું તું મૈમૈના વરવા દ્રશ્યો પણ સર્જાયા હતા .આશ્ચર્ય ની વાત તો એ હતી કે શરૂઆત થી વેરા વધારા સામે પ્રજાએ 4 હજારથી વધુ વાંધા અરજીઓદ્વારા પ્રજાનો સખત વિરોધ હોવા છતા કોંગ્રેસ અને ભાજપની મિલીભગતથી 15સભ્યોની બહુમતીથી કોરોના ના આકરા આર્થિક સંકટમા પણ કમ્મરતોડ વેરા વધારવાનો પ્રજા વિરોધી નિર્ણય લઈ વેરા વધારવાનુ બીલ પાસ કરી દેતા સભા તોફાની બની હતી .આ મુદ્દે 6જેટલા સદસ્યો એ વેરાનો વિરોધ કર્યો હતો

રાજપીપળા ની પ્રજા એ હવે પાણી વેરો જે પહેલા ₹600/- રુ હતો તેના બદલે ₹750/- ભરવાનો રહેશે. ગટર વેરો જે પહેલા 12₹ હતો તે 80₹ થયો, નવા ઉભાં કરવામા આવેલા વેરા સફાઈ વેરો 120₹અને લાઈટ વેરો 120₹ કરવામા આવ્યો છે. અને અન્ય મિલ્કત વેરો,વાણિજ્ય વેરા મા પાણી વેરો, મિલકત વેરો વિગેરે વેરાઓમા પણ આકરો વધારો કરી દેવામા આવ્યોહતો લોકડાઉન મા લોકો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે . વેપારી ધંધા ઠપ થઈ ગયા છે તેવા કપરા સમયમાં ભાજપકોંગ્રેસ ની મિલીભગતથી પ્રજા ને કમ્મરતોડ વેરા વધારી પ્રજા નોરોષ વ્હોરી લીધો હતો

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખઅને વર્તમાન સદસ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે નગર સેવકો અંતે નગરની પ્રજાના વિરોધી બનીને વેરો વધાર્યો છે.ભારતની પહેલી એવી નગરપાલિકા છે જેણે કોરોના મહમારીમાં વેરો વધાર્યો છે.રાજપીપળાની જનતા પાસેથી જે વાંધા અરજી મંગાવી એનો પાલિકા સત્તાધીશોએ મજાક બનાવી દીધો છે, વાંધા અરજીઓ પાલિકામાં ધૂળ ખાઈ રહી છે પણ એને જોવામાં પણ નથી આવી.અગાઉની જેમ વાંધા સાંભળ્યા બાદ નિર્ણય લેવાની પ્રણાલી ભુલાઈ ગઈ છે, આ ગેરકાયદેસર બોર્ડમાં વાર્ષિક હિસાબો, પ્લાસ્ટિક વસ્તુના વેચાણ પર દંડની જોગવાઈ મુલતવી રખાયું છે, શહેરમાં દુકાનોના ભાડા બાબતે નિર્ણય લેવાયો નથી.કોરોનામાં ભારત સરકારે પ્રજાને રાહત આપવાનું જ્યારે રાજપીપળા નગર પાલિકાએ પ્રજાને દંડ આપવાનું પ્રજા વિરોધી કામ કર્યું છે.

જો કે 13/07/2020 ના રોજ બોલાવાયેલી સામાન્ય સભા શરૂઆતથી જ તોફાની બની હતી. રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા અને મુખ્ય અધિકારી જયેશ પટેલ વચ્ચે માથાકૂટ થતા મામલો ગરમાયો હતો.અને તું તું મૈમૈના દ્રશ્યો સર્જાયા હતા .તો સભા દરમિયાન અમુક સભ્યોએ એવા આક્ષેપો કર્યા કે અત્યાર સુધી અમારા કોઈ જ કામો થયા નથી.
કોરોના મહામારીને લીધે ગત 24/6/2020 ના રોજ બોલાવાયેલી રાજપીપળા પાલિકાની ખાસ સામાન્ય સભાનો એજન્ડા રદ કરી એ સભા 13/07/2020 ના રોજ બોલાવી હતી.સભા દરમિયાન જ પ્રમુખ જિગીશાબેન ભટ્ટ સામે પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ વાંધો લઈ જણાવ્યું કે એજન્ડા રદ કરેલી સભા ફરી ન બોલાવી શકાય આ આખી સભા ગેરકાયદેસર છે.મહેશ વસાવા અને પાલિકા પ્રમુખ વચ્ચે ચાલતા આ વિવાદમાં CO જયેશ પટેલે બોલતા પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલ અને પૂર્વ પ્રમુખ મહેશ વસાવા વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો, પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ તો મુખ્ય અધિકારીને ત્યાં સુધી કહી દીધી હતું કે સાહેબ તમને બોર્ડમાં બોલવાનો અધિકાર નથી તમે તો અમારા નોકર છો, મહેશ વસાવાના આ શબ્દો સામે કારીબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે વાંધો લીધો અને જણાવ્યું કે એક અધિકારીને આવું ન બોલાય.અંતે વિવાદ થમ્યો અને સભા આગળ ચાલી હતી.
. . . . . . . . . . . . . . . .
આંશિક વેરો વધારાયો છે: જિગીશાબેન ભટ્ટ,
રાજપીપલા તા 14
gf
રાજપીપળા પાલિકા પ્રમુખ
રાજપીપળા પાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટે જણાવ્યું કે,
કર્મચારીઓના પગારમાં તકલીફ પડતી હતી એટલે આંશિક વેરો વધાર્યો છે અને એમાં મોટે ભાગના સભ્યોની સંમતિ છે.રાજપીપળા પાલિકાએ વાર્ષિક 1.50 રૂપિયા વેરો વધાર્યો છે.જેમાં સૂચિત વેરો 750, સ્ટ્રીટ લાઈટ વેરો 150, સફાઈ વેરો સફાઈ કરે એ માટે 100 અને ઘર દીઠ ઉઘરાવે એનો 150 અને પાણીનો વાર્ષિક વેરો 150 કરાયો છે.રાજપીપળાની જનતાને માથે બોઝ ન પડે એ માટે આંશિક વેરો વધાર્યો છે.
. . . . . . . . . . . . . . . . . .

6 સભ્યોએ વેરા વધારવામાં આપી મંજૂરી
રાજપીપલા તા 14

રાજપીપળા પાલિકાના અપક્ષ મહેશ કાછીયા અને કોંગ્રેસ-ભાજપના કુલ 15 સભ્યોએ વેરા વધારવામાં મંજૂરી આપીહતી જ્યારે મહેશ વસાવા, ડો.કમલભાઇ ચોહાણ, સલીમભાઈસોલંકી, સુરેશભાઈ.એમ.વસાવા,કવિતાબેન એસ માછી, ઈલમુદ્દીન બક્ષી એ વેરા વધારાનો વિરોધ કર્યો હતો.તો બીજી બાજુ ભાજપના સંદીપભાઇ દસાંદી, સપનાબેન વસાવા અને કોંગ્રેસના મુંતઝિરખાન શેખ સભામાં ગેરહાજર રહ્યા હતા.
…………………………..

વોર્ડ નં 1 ના સભ્ય સલીમ સોલંકી એ પોતાના વોર્ડ મા કામો નહીં થતાહોવાનુ તેમજ પાણી ની પાઈપ મા થી સાપ ના કણોનીકળતા હોવાના બનાવ નો ઉલ્લેખ કરી પોતાના વોર્ડ પ્રત્યે ઓરમાયું વર્તનનો આક્ષેપ કર્યો હતો.
આ સામાન્ય સભા મા કોંગ્રેસ ના વિરોધપક્ષ ના નેતા મૂનતઝીર શેખ ગેરહાજર રહ્યા હતા,ગત સભામાં અમે પ્રજાની સાથે છીએ એવુ કહેનારા વિરોધ પક્ષના નેતા એ વેરાવધારા નો પ્રસ્તાવ ના કાગળ ઉપર સહી કરી સમર્થન આપી દીધું હતું. અને સોમવારની સભામા વિરોધ પક્ષ ના નેતાની ગેરહાજરી સૂચક બની હતી
જ્યારે ઉપ પ્રમુખ સપનાબેન વસાવા ની ગેરહાજરી સુચક બની હતી, તેમજ વેરા વધારા નો પહેલાં થીજ વિરોધ કરનાર પુર્વ પ્રમુખ સંદીપભાઈ દશાંદી પણ ગેરહાજર પાણીમાં બેસી ગયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે બજાર મા ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકો ને રાહત આપવા આર્થિક પેકેજો જાહેર કરી રહ્યાં છે તેવા સમયે રાજપીપળા ની નગરપાલિકા વેરા મા આકરો વધારો કરી પ્રજા નુ વેરા વધારા ના વિરોધ ની 4હજારથી વધુ ધૂળખાતી વાંધા અરજીઓ કરનારા અરજદારો નુ પણ અપમાન કરનારા એક પણ સત્તાધીસ ફરીથી ન ચૂંટાય તેવીભીષ્મ પ્રતિજ્ઞા પણ પ્રજાએ લઈ ને આવનારી ચુટણી મા સત્તા ધીશો ને ઘરભેગાકરી દેવા મક્કમ બનેલી જનતાએ પ્રજાના ચૂંટાયેલા અને સત્તાના નશામાં છકી ગયેલા સદસ્યોને પાઠ ભણાવવાનુ પણ મનોમન નક્કી કરી લેતા આવનારી નગરપાલિકા ની ચૂંટણીમાં ચોકકસ જડબાતોડ જવાબ આપશે તેવી ચર્ચા એ જોર પકડ્યું હતુ

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: