ત્રણ-ત્રણ વાર નિષ્ફળ ગયેલી રાજપીપળા ભૂગર્ભગટર યોજનાનું ભુત ચોથી વાર ફરી ધૂણ્યૂ

ત્રણ-ત્રણ વાર નિષ્ફળ ગયેલી રાજપીપળા ભૂગર્ભગટર યોજનાનું ભુત ચોથી વાર ફરી ધૂણ્યૂ

31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદાના આગમનટાને રાજપીપળા નગરપાલિકા દ્વારા ૨૦ કરોડના ખર્ચે બનાવનારી ભૂગર્ભગટર યોજનાના અમલીકરણ માટે કમરકસતુ નગરપાલિકા તંત્ર.

ભૂતકાળમાં કરોડોના ખર્ચે બનાવેલી ભૂગર્ભગટર યોજનાની કામગીરી કરનાર એજન્સી અધૂરું કામ છોડીને નાસી જતાં ત્રણ ત્રણવાર યોજના ખોરંભે પડી હતી.

રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરના અગ્રણીઓ અને પત્રકારોને બોલાવેલી મહત્વની બેઠકમાં વિરોધ પક્ષ સહિત વિવિધ આગેવાનો એ સૂચનો કર્યા.

એજન્સી દ્વારા થનાર કામો ઝડપી પારદર્શિતા કામગીરી અને ભ્રષ્ટાચારમુક્ત કામો થાય તેવી રજૂઆત કરી.

આગામી વર્ષ જાન્યુઆરીથી ભૂગર્ભ ગટર યોજનાના કામો શરૂ થાય તેવી ધારણા

વડાપ્રધાનના આગમનના નિજ કેમ વિકાસના કામો હાથ ધરાય છે ?

રાજપીપળા, તા. 16

ત્રણ વાર નિષ્ફળ ગયેલી રાજપીપળાની ભૂગર્ભગટર યોજનાનું ભૂત ચોથી વાર ફરી ધૂણ્યું છે. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવાના છે, ત્યારે નર્મદા માં આગમન ટાણે રાજપીપળા નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના અમલીકરણ માટે કવાયત હાથ દ્વારા આ પ્રોજેકટ અંગેની જાણકારી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરદાર ટાઉન હોલમાં રાજપીપળાના વિવિધ આગેવાનો પત્રકારોની ઉપસ્થિતિમાં ભૂગર્ભ ગટર યોજનાના અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, નગરપાલિકાના સદસ્યો અને પૂર્વ પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ, ભરત વસાવા, મહેશ વસાવા, ચીફ ઓફિસર અમિત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે વિરોધ પક્ષમાં થી નગરપાલિકાના વિરોધી પક્ષના નેતા અનંત જીરો કમલ ચૌહાણની અગાઉની કરોડોના ખર્ચે બનાવેલા ગટર યોજના કેવી રીતે નિષ્ફળ ગઈ તે અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં કરોડોના ખર્ચે બનાવેલા યોજના ગટર યોજના ની કાયમ કામગીરી કરનારી એજન્સી અધૂરું કામ છોડીને નાસી જતા ત્રણ ત્રણવાર યોજના ખોરંભે પડી ગઈ હતી. તે એજન્સી સામે શું કરું કર્યું તેવા સવાલો પૂછી એજન્સી સામે કેમ પગલા લેવાયા નહીં તેવા સવાલો ને ઠંડી વરસાવી હતી, જ્યારે નર્મદા બાર એસોસીએશનના પ્રમુખ વંદના ભટ્ટ, જીતુભાઈ શ્રોફ, રાજકીય આગેવાન, કમલેશ પટેલ, પત્રકાર દીપક જગતાપ, આસિક પઠાણ સહિત અન્ય નગરજનો એક ચર્ચામાં ભાગ લઈ નગરપાલિકા નગરના વિકાસમાં ઝડપી આ ભૂગર્ભ ગટર યોજના ચાલુ થાય અને ઝડપી પૂર્ણ થાય એવી રજૂઆત કરી હતી, વહીવટ પારદર્શક કામગીરી ગુણવત્તાલક્ષી થાય તેમજ કરોડોમાં કામ હોય ખાઈ ક્યુ કે ભ્રષ્ટાચારી ના થાય તેની કાળજી રાખવા પણ અનુરોધ કરાયો હતો. તેમજ આ કામના કામમાં જાણકાર લોકો ની કમિટી બનાવી તેમની દેખરેખ હેઠળ કામ નું થાય તેવી પણ રજૂઆત થઈ હતી. આ પ્રસંગે આગામી વર્ષ જાન્યુઆરીથી ભૂગર્ભ ગટર યોજનાના કામો શરૂ થાય તેવી ધારણા વ્યક્ત કરાઇ હતી.
જોકે વડાપ્રધાન ના આગમન ટાણે જ વિકાસના કામો હાથ ધરાયા છે ? બહુ ઘણી વાતો પર આમ જનતા અને આગેવાનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અગાઉ ત્રણ ત્રણ વાર નિષ્ફળ ગયેલી ગટર યોજના કરોડના ખર્ચે કરજણ જળાશય માંથી રાજપીપળા નગરને પીવાનું પાણી આપવાની યોજના પણ પાણી માં જતા આ નવી યોજના સફળતા અંગે અનેક સવાલો ઉઠયા હતા.
આશ્ચર્યની વાત એ હતી કે આ મહત્વના પ્રોજેક્ટની ચર્ચા વિચારણા માટે ગણ્યાગાંઠયા 7 થી 8 જેટલા નગરપાલિકાના સદસ્ય હાજર રહ્યા હતા. ત્યારે 28 પૈકી 20 જેટલા સદસ્યો ની ગેરહાજરી સૂચક બની હતી. નગરના વિકાસના કામો માટે પાલિકાના સદસ્યોને રસ ન હોવાની પ્રતીતિ પાલિકા સભ્યોએ ગેરહાજર રહીને કરાવતા તેમની ગેરહાજરી પણ સૂચક બની હતી. તેમજ નગરના આગેવાનો માં ગણ્યાગાંઠ્યા આગેવાનો હાજર રહેતા આશ્ચર્ય થયું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ

Translate »
%d bloggers like this: