અનેક વિરોધવંટોળ વચ્ચે રાજપીપળાની રાજારજવાડા વખતની ઐતિહાસીક ઈમારત ઝાંસીની રાણી કન્યા શાળાને તોડી પડાઈ ઐતિહાસીક ઇમારત ધરાશયી થતા આમજનતામાં નારાજગી

અનેક વિરોધવંટોળ વચ્ચે રાજપીપળાની રાજારજવાડા વખતની ઐતિહાસીક
ઈમારત ઝાંસીની રાણી કન્યા શાળાને તોડી પડાઈ

ઐતિહાસીક ઇમારત ધરાશયી થતા આમજનતામાં નારાજગી

તંત્રએ ગેરકાયદે રીતે ઇમારત તોડી છે
આ ઇમારતની માલીકી જિલ્લાપંચાયતની માલીકીની નથી માત્ર આંગણવાડી
પુરતી જ માલીકી છે – મહેશ વસાવા, સદસ્ય

રાજપીપળા નગરપાલીકા
ઇમારત તોડવાની પરવાનગી નગરપાલીકા કે ક્લેકટરની લીધી નથી મહેશવસાવા

રાજપીપળા તા૧૧

રાજપીપળાની રાજારજવાડા વખતની ઐતિહાસીક ઇમારત ઝાંસીની રાણી
શાળાને અનેક વિરોધવંટોળ વચ્ચે તોડી પડાઈ છે.એક વખતની રાજવી ઐતિસીક
ઈમારતનો કાટમાળ તોડી પાડી જમીનદોસ્ત થઈ જતા વધુ એક રાજવી
ઐતિહાસીક ઈમારતને તોડી પડાતા રાજપીપળાની જનતામાં ભારે રોષની

લાગણી જન્મી છે. ગત ૧૧મી માર્ચે કન્યાશાળા ખાતે આ ઇમારતને તોડી પાડવામાટે જાહેર હરાજી રાખી હતી. જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રથી આવેલા ૪૦
જેટલા વેપારીઓએ હરાજીમાં ભાગ લીધો હતો. ત્યારે જબરદસ્ત વિરોધ થયોહતો. અને ઇમારત ન તોડવા બાબતે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને
નગરપાલીકા સદસ્ય સાથે હરાજી પ્રકરણે તું તું.મૈમૈના દશ્યો સર્જાયા હતા.

છેવટે કન્યા શાળાનું જૂનું મકાન તોડી પાડી નવી બિલ્ડીંગ બનાવવાનો જિલ્લાપંચાયતે નિર્ણય કરતા ઇજારદારે આ નગરની ઐતિહાસીક ધરોહરને જમીન
દોસ્ત કરી દેતા તેનો ઇતિહાસ ભૂસાઇગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળાની આનબાન અને શાન ગણાતી હતી.
મજબુતી બાંધકામ ધરાવતી કન્યાશાળા આખરે જજર્શીત થતા તેને તોડી
પાડવાના નિર્ણય સામે આમ જનતામાથી વિરોધનો સુર ઉઠયો હતો. આ બાબતે
નગરપાલીકાના સદસ્ય મહેશભાઈ વસાવા જણાવ્યુ હતુ કે આ મકાન એકઐતિહાસીક વિરાસત છે, તેનું સમારકામ કરી તેને હેરીટેજમા જાળવી રાખવી
જોઇતી હતી. આ મકાનમાં કેટલીયે વિધ્યાર્થીની બહેનો ભણીને સારુ શિક્ષણ
મેળવીને અધિકારી અને પદાધીકારી બની ચુક્યા છે આમજનતાએ પણ તેને
રીનોવેટ કરીને આ ઇમારત ન તોડવાની માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રજવાડા સમયની જુની બિલ્ડીગ તોડી પાડવા અગાઉના
સતાધીશો એ બે વાર પ્રયાસો કર્યા હતા. અને લોકોના વિરોધના કારણે આબિલ્ડીંગ રજવાડા સમયની વિરાસત હોઇ આ સ્થળે કોઈ મ્યુઝીયમ બને તેવીલોકોની માંગ કરી હતી. હવે આ બિલ્ડીગ તોડી પાડવા સંદર્ભે આ બિલ્ડીંગ નામુળ માલીક રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહ ગોહિલ ઉપરાંત પુરાતત્વ
વિભાગમાં આ બિલ્ડીંગ હેરીટેજ હોવાના તથા તેના પુરાવા અને સંમતિ મેળવી
લઈને નર્મદા જિલ્લા પંચાયતના સત્તાધીશોએ નગરજનોને વિશ્વાસમાં લીધાવગર જ આ બિલ્ડીંગ તોડી પાડતા આમજનતાએ પણ ભારે નારાજગી વ્યક્ત
કરી છે.

તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા

Translate »
%d bloggers like this: