રાજપીપલા નજીક ભદામ ગામ પાસે મારુતિ કારની વચ્ચે બે મોટરસાયકલ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત

રાજપીપલા નજીક ભદામ ગામ પાસે મારુતિ કારની વચ્ચે બે મોટરસાયકલ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત

ભુંડ પકડનારા ત્રણ સરદારજીઓ બે મોટરસાયકલો ઉભી રાખી વાત કરતા હતા ત્યારે કારે બંને મોટર સાઈકો ને અડફેટમા લીધા

ત્રણ પૈકી બે સરદારજી ને ગંભીર ઇજા

અકસ્માત મા બન્ને મોટરસાઇકલો નો કચ્ચરઘાણ વળીગયો.
મારુતિ કારના આગળના ભાગને ભારે નુકશાન

ઇજા ગ્રસ્તૌને રાજપીપલા સિવિલ મા ખસેડાયા

રાજપીપલા નજીક ભદામ ગામ પાસે મારુતિ કારની વચ્ચે બે મોટરસાયકલ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે .જેમા પોઇચા અને ભદામ રોડની વચ્ચે ધાનપુર પાટીયા પાસે મારુતિ વેફર ની દુકાનની બાજુમા ઉભેલા ત્રણ સરદારજી ની વે મોટરસાઇકલો ને મારુતિ કારે અડફેટમા લેતા ત્રણ પૈકી બે સરદારજી ને ગંભીર ઇજા થવા પામી હતી. ભુંડ પકડનારા ત્રણ સરદારજીઓ મોટરસાયકલો ઉભી રાખીને વાતચિત કરતા હતા ત્યારેસામેથી પૂરપાટ વેગે ધસી આવતી સફેદ કલર ની મારુતિ કાર ચાલકે પોતાની કારનો સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગૂમાવી દેતા કારે બંને મોટર સાઈકોને અડફેટમા લીધા હતા .
અકસ્માત મા બન્ને મોટરસાઇકલો નો કચ્ચરઘાણ વળીગયો હતો જ્યારે મારુતિ કાર ના આગળના ભાગને ભારે નુકશાન થયુ હતુ

જોકે ઘટનાસ્થળે પહોચેલા પી.એસ.આઈ કે .કે.પાઠકે તાત્કાલિક 108 બોલાવીબન્ને સરદારજી ને 108એમ્બ્યુલન્સ મા સારવાર આપી રાજપીપલા સિવિલ હોસ્પિટલમા બધુ સારવાર ખસેડાયા છે
આ અંગે રાજપીપલા પોલીસે જીજે 12 સી પી 3292 સફેદ કલર ની મારુતિ કાર ના ચાલક સામે
અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

તસવીર :જ્યોતિ દીપક જગતાપ રાજપીપલા

Translate »
%d bloggers like this: