રાજપીપળામાં ચોમાસામાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો. જાહેર રસ્તા ગલીઓમાં છાન ટપકાવી ગંદકી કરતા રોગચાળાની ભીતિ. માતેલા સાંઢ આંખલા ઓનો વધતા જતા ત્રાસથી અકસ્માતના બનાવોથી લોકોમાં ફફડાટ.

રાજપીપળામાં ચોમાસામાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો.
જાહેર રસ્તા ગલીઓમાં છાન ટપકાવી ગંદકી કરતા રોગચાળાની ભીતિ.
માતેલા સાંઢ આંખલા ઓનો વધતા જતા ત્રાસથી અકસ્માતના બનાવોથી લોકોમાં ફફડાટ.
સ્ટેશન રોડ,દરબાર રોડ,લાલ ટાવર,સિવિલ હોસ્પિટલ સહીત નગરપાલિકા કચેરી પાસે અડ્ડો જમાવીને બેસતાં રખડતાં ઢોરનો ત્રાસ.

રાજપીપળા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. હાલ ચોમાસામાં વરસાદને કારણે રખડતા ઢોરો ગલીઓમાં, સોસાયટીમાં ઘર પાસે જા ના પુદળા ટકાવી રોડ પર ઠેર ગંદકી વકરાવી રહ્યા છે. તેનાથી રોગચાડો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ માતેલા સાંઢ આખલાઓ નો વધતા જતા ત્રાસથી અકસ્માતને નોતરી રહ્યા છે. તેનાથી પડવાના અને અકસ્માતના બનાવો થી લોકોમાં ફફડાટ ફેલાયો રહ્યો છે.
રોડ પર બેફામ રખડતા આંખલા ઉલ્લુ અવાર-નવાર યુદ્ધને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અડફેટમાં આવી જવાની ભીતિ સેવાઈ રહી છે. શાકભાજીની લારી, દુકાનોમાં મોઢું મારી દેછે શાકભાજી વાળાઓને લાકડી લઈને ઢોરોને ભગાડવા પડે છે.
gf

નગરપાલિકા આ બાબતે તદ્દન નિષ્ક્રિય છે, રખડતા ઢોરોને પકડતું નથી કે નથી દંડ કરતાં જેને કારણે આમ પ્રજા સહન કરવાનો વારો આવ્યો છે અને કોઈનો ભોગ લેવાતા લેવાય તેવી રાહ જોઈ રહ્યું એમ જણાય છે.
રાજપીપળાના મોટાભાગના વિસ્તારોમાં આંખલાઓની સાથે બળદ,ગાય,કૂતરા સહિતના રખડતા જાનવરો ખુબ મોટી સંખ્યામાં જોવા મળે છે.છતાં તંત્ર મૂકી રહી ને કોઇ કાર્યવાહી કરતુ નથી તેની સામે પ્રજામાં રોષ છે.
રાજપીપળા નગરપાલિકા દ્વારા અગાઉ યુદ્ધના ધોરણે આખલા સહિતના જાનવરો પકડવા અભિયાન હાથ ધરાયુ હતું,પરંતુ થોડા સમય માંજ આ કામગીરીનો આ કામગીરી જાણે અભરાઈ પર મુકાઈ ગઈ છે.તાજેતર માજ કલેક્ટર કચેરી ખાતે મળેલી રોડ સલામતી ની બેઠક માં પણ રખડતા જાનવરો ના મુદ્દે નોંધ લેવાઈ હતી છતાં આ મુદ્દો માત્ર કાગળ પર રહી ગયો છે. અગાઉ જાનવરો પકડી દૂર જંગલ માં છોડી મુકવામાં આવતા હતા, તેથી તેનો વિરોધ થયો હતો પરંતુ.તેને કરજણ ની ગૌશાળા કે અન્ય જગ્યાની પાંજરાપોળ માં મુકાય તો જાનવરો પણ સલામત રહશે.

રાજપીપળામાં પાંજરાપોળ છે, પણ ત્યાં પણ પૂરતા નથી કે ઢોરો માલિકોને દંડ પણ કરતા નથી તેથી રખડતા ઢોરો બેફામ બન્યા છે, ત્યારે નગરપાલિકા તંત્ર સત્વરે રખડતા ઢોરોના ત્રાસ માંથી પ્રજાને મુક્તિ અપાવે જરૂરી પગલાં લે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: