રાજપીપલા સહીત નર્મદા મા સૂર્યગ્રહણનો સમય દેવ મંદિરો માટે પૂજા, હવન, જપ, તપ થી સંપન્ન. સૂર્યગ્રહણના મોક્ષ બાદ અનેક ભાવિકો એ તૈયાર કરેલ દાન, દક્ષિણા અને વસ્ત્રો, અનાજ સહીત નું દાન પણ કર્યું

રાજપીપલા સહીત નર્મદા મા સૂર્યગ્રહણનો સમય દેવ મંદિરો માટે પૂજા, હવન, જપ, તપ થી સંપન્ન.

સૂર્યગ્રહણના મોક્ષ બાદ અનેક ભાવિકો એ તૈયાર કરેલ દાન, દક્ષિણા અને વસ્ત્રો, અનાજ સહીત નું દાન પણ કર્યું

નર્મદા જિલ્લાના નર્મદા તટ ઉપર અને જુદા જુદા સ્થળોએ દેવમંદિરોમાં જેઠ વદ અમાસના રોજ સારા ભારતમાં દેખાયેલ કકણાકૃતિ સૂર્યગ્રહણ ના સ્પર્શ અને મોક્ષના સમય પહેલાના સમયમાં અને સમય પછી પૂજા, હવન, જપ, તપ અને ઉપાસના દ્વારા સંપન્ન થયા હતા
અનેકવિધ દેવસ્થાનોમાં વિવિધ પ્રકારની પૂજાઓ પૂજારીઓ તથા ભાવિકો દ્વારા કરવામાં આવી હતી. સૂર્યગ્રહણના મોક્ષ બાદ અનેક ભાવિકો એ તૈયાર કરેલ દાન, દક્ષિણા અને વસ્ત્રો, અનાજ સહીત નું દાન પણ કર્યું હતું.

રાજપીપળા ખાતે નાસાની નવગ્રહ ગાયત્રી શક્તિપીઠ ધામમાં નવ ગ્રહોની પ્રતિષ્ઠા હોય અને ભગવાન સૂર્યનારાયણ દેવ ની પણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય, દેવ દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેનો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવેલ હતું સંપૂર્ણ ગ્રહણ સમય દરમિયાન ગાયત્રી ઉપાસક જગદીશભાઈ.એસ.પટેલ રાજરોક્ષી સિનેમા વાળાએ અખંડ દીપ ગાયત્રી યજ્ઞ શાળામાં વિવિધ મંત્રો અને વિવિધ દ્રવ્યો દ્વારા આવતી પ્રદાન યજ્ઞ કર્યું હતું. સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી ભરત વ્યાસે હવન માં સહભાગી રહ્યા હતા. સૂર્યગ્રહણ થી વિશ્વ શાંતિ બની રહે અને કોરોનાની મહામારીમાં સમસ્ત વિસ્તાર વિશ્વની જનતાને રાહત મળે તથા આ મહામારી કાયમી દૂર થાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
gf
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: