22મી જૂને 3 મહિનાના બ્રેક બાદ કરનાળી સ્થિત કુબેર દાદા ના મંદિરના કપાટ ખૂલશે

22મી જૂને 3 મહિનાના બ્રેક બાદ કરનાળી સ્થિત કુબેર દાદા ના મંદિરના કપાટ ખૂલશે.
દર્શનનો સમય સવારે 8થી 12, અને બપોરે 1થી સાંજના 5સુધી દર્શન કરી શકાશે .
સેનેટાઇઝડ કર્યા પછી મંદિર મા સેનેટાઈઝરની ફુવારાની કેબિનમાથી પસાર થવુ પડશે .
કોઈ પણ વસ્તુ જેવી કે બિલી , ફૂલ , હાર, ફળ એવી કોઈ પણ વસ્તુઓ ચઢાવી શકાશે નહી.

કુબેર દાદા ના ભક્તો માટેઆનંદ ના સમાચાર છે . 22મી જૂને 3 મહિનાના બ્રેક બાદ કરનાળી સ્થિત કુબેરદાદાના મંદિરના કપાટ ખૂલશે આ અંગે મંદિર ના ટ્રસ્ટી રજનીકુમાર પંડયા ના જણાવ્યા અનુસાર 22મી જૂને અમાસ ના દર્શન ભક્તો કરી શકશે . જે દર્શનનો સમય સવારે 8થી 12, અને બપોરે 1થી સાંજના 5સુધી દર્શન કરી શકાશે .જેમા ફક્ત દર્શન જ થઇ શકશે .કોઈ પણ વસ્તુ જેવી કે બિલી ,ફૂલ, હાર, ફળ એવી કોઈ પણ વસ્તુઓ ચઢાવવાની નથી .

દરેક દર્શનાર્થી માટે માસ્ક ફરજિયાત કરેલ છે.ભક્તો એ માસ્ક પહેરીને જ આવવાનુ રહેશે .બૂટ ચંપલ પણ ગાડી મા કે બહાર કાઢી ને જ આવવાનુ રહેશે .કુબેર પરિષદ કે કુબેર સંકુલ મા બૂટ ચંપલ લાવી શકાશે નહી . દરેકે હાથ સેનેટાઇઝડ કર્યા પછી મંદિર મા સેનેટાઈઝરની ફુવારાની કેબિનમાથી પસાર થવુ પડશે .ત્યાર પછી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે 5-5ફૂટ ના ડિસ્ટન્સમા ઉભા રહેવાનુ છે . કોઈ પણ વ્યક્તિ ને કે રેલિંગ ને અડકવાનુ નથી , દર્શન કર્યા પછી આવવાના અને જવાના રસ્તા અલગ રાખેલ છે .
વધુ મા આજે અહી કોઈ પણ જાતની બાધા લેવામા નહી આવે કે બાધા છોડાવવામા આવે નહી જેમા બાબરી , મુંડન કે લટ લેવાની કોઈ પણ બાધા કે લઘુ રૂદ્ર , હોમાત્મક રૂદ્ર કે પાઠાતમક રૂદ્ર , જેવી તમામ ધાર્મિક વિધિ બંધ રાખવામા આવી છે .આરતી મા કોઈ ને પણ પ્રવેશ અપાશે નહી .
બે દિવસ પહેલા ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પણ મંદિર પરિસર નુ નિરીક્ષણ કર્યુ હતુ તમામ ચકાસણી બાદ 22મી જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય લેતા ભક્તો મા આનંદની લાગણી જન્મી છે.


તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: