રાજપીપળા પંચવટી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બિહારના રહીશે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર. રસોડામાં છતના ભાગે લોખંડના હુકમાં વાયરોનો ગોળીયો બનાવી ફાંસો ખાધો.

રાજપીપળા પંચવટી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બિહારના રહીશે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર.
રસોડામાં છતના ભાગે લોખંડના હુકમાં વાયરોનો ગોળીયો બનાવી ફાંસો ખાધો.

રાજપીપળા ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બિહારના રહિશે કપઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.મરનાર સિકંદરદાસ સુકનદાસ (ઉં.વ.39 રહે, પંચવટી સોસાયટી મૂળ રહે જહાંગીરપુરા, તા.ટકોલી સીતા જી. સીતામઢી બિહારે) પોતાના ભાડાના મકાનમાં રસોડામાં છતના ભાગે લોખંડના હુકમાં વાયરોની વાયરોનો ગોળીઓ બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં આ અંગે મકાન માલિકે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: