રાજપીપળામાં કલાકાર અને હિન્દી ફિલ્મમાં મ્યૂઝિક ડાયરેક્ટર એવા શિવરામ પરમારે ગરબા ગવડાવ્યા. 60 લાખના ગરબાને રદ કરી છેલ્લી ઘડીએ સાદાઈથી ગરબા રમતા વિવાદનો અંત.

રાજપીપળામાં શરદપૂર્ણિમા એપ્રથમવાર હરસિધ્ધિ માતા મંદિરે ગરબાની રમઝટ જામી.

રાજપીપળામાં કલાકાર અને હિન્દી ફિલ્મમાં મ્યૂઝિક ડાયરેક્ટર એવા શિવરામ પરમારે ગરબા ગવડાવ્યા.
60 લાખના ગરબાને રદ કરી છેલ્લી ઘડીએ સાદાઈથી ગરબા રમતા વિવાદનો અંત.

રાજપીપળા,તા.14

રાજપીપલા હિન્દુ દેવસ્થાન સમિતિના દ્વારા વડોદરાની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા ૬૦ લાખના ખર્ચે મોટાપાયા પર ગરબા ઇવેન્ટ નો કાર્યક્રમ રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિર ચોકમાં શરદપુનમ યોજાવાનો હતો પણ આ અંગે વિરોધ થતા છેલ્લી ઘડીએ ૬૦ લાખના ગરબાની રદ કરવામાં આવ્યો હતો અને સાદાઈથી ઓછા ખર્ચે ગરબા રમાડવાનું નક્કી કર્યું હતું. જેમાં રાજપીપળાના કલાકાર અને હિન્દી ફિલ્મના મ્યૂઝિક ડાયરેક્ટર એવા શિવરામ પરમારે મુંબઈ થી રાજપીપળા પધારી તેમની ટીમે ગરબા ગવડાવી શરદપૂનમની રાતે ગરબાની રમઝટ બોલાવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આઈ કે પટેલ, નાયબ કલેકટર ભગત, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, પ્રવાસન વિભાગના ડાયરેક્ટર ગજેન્દ્ર સિંહ જાડેજા, મહિલા અગ્રણી ભારતીબેન તડવી તથા હિન્દુ દેવસ્થાન કમીટીના સદસ્યો ની ઉપસ્થિતિમાં પહેલીવાર શરદપૂનમે માતાજીના ચોકમાં ગરબા રમ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હરસિધ્ધિ માતા મંદિરે દર વર્ષે મેળામાં નવ દિવસ માતાજીના ચોકમાં માઈભક્તો દ્વારા ગરબા રમાય છે. જે આ વર્ષે પણ નવરાત્રિ માં ગરબા રમ્યા હતા. અહીં શરદપૂનમે ગરબા રમતા નથી પણ એક ખાનગી સંસ્થા દ્વારા ૬૦ લાખના ખર્ચે મોટાપાયા પર મોટા કલાકારોના કાફલા સાથે ગરબાનો ઇવેન્ટ યોજાવાનો હતો, જેનો કેટલાક લોકો દ્વારા વિરોધ થતાં આ ગરબા છેલ્લી ઘડીએ રદ કરાયા હતા. અને તેની જગ્યાએ ઓછા ખર્ચે સાદા નો કાર્યક્રમ ગોઠવી દેવાયો હતો જે ઓપચારિક પણે પૂર્ણ થતા વિવાદનો અંત આવ્યો હતો.

Translate »
%d bloggers like this: