રાજપીપળા ચુનારવાડની પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપી દહેજની તરીકે નાણા,બાઈક અને ગાડીની માંગણી કરતા ફરિયાદ પતિ તથા સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ

રાજપીપળા ચુનારવાડની પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપી દહેજની તરીકે નાણા,બાઈક અને ગાડીની માંગણી પરણીતાએ રાજપીપળા મહિલા પોલીસ મથકે ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ફરીયાદીની નયનાબેન યોગેશભાઈ મહંતે આરોપીઓ યોગેશ હરિદાસ મહંત, હરિદાસ મહંત અને સરોજબેન મહંત (રહે,ચમારીયા તા.વાલીયા જી.ભરૂચ) સામે રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત નયનાબેનના લગ્ન પછી તેના પતિ થતા સાસરિયાઓ દ્વારા અવાર-નવાર મહેના ટોના મારી મારઝુડ કરતા હતા, તેમજ નયનાબેન પાસેથી નાણા,બાઈક અને ગાડીની દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરી ધમકીઓ આપતા હોવાની ફરિયાદ પોલીસે તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: