જીઆરડી જવાન રાકેશ વસાવા ના દઢવાડા ગામના પરીવારજનોએ તેમને જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી. જવાનનું ઝાડ પરથી પડી જવાથી નહીં પણ વીજ કરંટથી થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે
જીઆરડી જવાન રાકેશ વસાવા ના દઢવાડા ગામના પરીવારજનોએ તેમને જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી.
જવાનનું ઝાડ પરથી પડી જવાથી નહીં પણ વીજ કરંટથી થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
રાજપીપળા પોલીસે જવાનું ઝાડ પરથી પડી જવાથી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો.
પીએમ રીપોર્ટની જોવાતી રાહ.
આજે રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જીઆરડી જવાન રાકેશ વસાવા ના દઢવાડા ગામના પરિવારજનો પહોંચ્યા હતા. અને એક લેખિત આવેદન આપી જણાવ્યું હતું કે પોલીસે અમારા જીઆરડી જવાન રાકેશનું મોત ઝાડ પરથી નીચે પટકાતા મોત થયું હોવાની ખોટી પોલીસ ફરિયાદ કરી છે હકીકત એ તેમનું વીજ કરંટથી મોત થયું છે. તેમ જણાવી હજી પીએમ રિપોર્ટ પણ અમને આપેલ નથી, તેથી મોતનું સાચુ કારણ અમને જાણવા નથી મળ્યું. એવી રજૂઆત કરતા જિલ્લા પોલીસ વડાએ યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી.
જ્યારે બીજી તરફ આજે રાજપીપળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પોલીસ ફરિયાદ કરી છે. જેમાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા બંગલાની પાછળ સાફ સફાઈ કરતા હતા, ત્યારે આંબાના ઝાડ પરથી પડી જતાં તેનું મોત થયાનું જણાવેલ છે. જે પરિવારજનોને મંજુર ન હોવાથી હવે પીએમ રિપોર્ટમાં શું આવે છે. તેની રાહ જોવાઇ રહી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા