ભારત ચીન બોર્ડર પર દેશ માટે શહીદ થયેલા દેશના 20 વીર જવાનોને રાજપીપળા વાસીઓને શ્રદ્ધાંજલિ.

ભારત ચીન બોર્ડર પર દેશ માટે શહીદ થયેલા દેશના 20 વીર જવાનોને રાજપીપળા વાસીઓને શ્રદ્ધાંજલિ.
રાજપીપળા પંચવટી સોસાયટીના રહીશોએ પંચવટી મંદિરમાં મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળીને પાઠવી શ્રદ્ધાંજલિ.
નાપાક હરકત કરનાર ચીનની સબક શીખવાડવા ની કરી માંગ.


ભારત ચીન બોર્ડર પર દેશ માટે શહીદ થયેલા 20 વીર જવાનોને રાજપીપળા વાસીઓએ ઘેરાશોકની લાગણી વ્યક્ત કરી તેમના પરિવારજનોને પ્રતિ સંવેદના પ્રગટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેમાં રાજપીપળા પંચવટી સોસાયટીના રહીશોએ પંચવટી મંદિર માં ભેગા થઈને મીણબત્તી પ્રગટાવી બે મિનીટનું મૌન પાડી ને પાઠવી શ્રદ્ધાંજલિ હતી અને નાપાક હરકત કરનાર ચીનને સબક શીખવવા કરાવવાની પણ માંગ કરી હતી.

છેલ્લા કેટલાક દિવસથી લદાખના ગળામાં ચીનમાં ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકોનો સૈનિકોને દગાથી ઘેરીને ભારતના 20 પૈકી 16 સૈનિકોના શરીર પર ઠંડા અને પથ્થરોથી હુમલો કરી ગંભીર ઇજા કરી બબરતાથી મોતને ઘાટ ઉતાર્યા છે. જેની સામે સમગ્ર દેશમાં ચીનની બબરતા સામે રોષ ફાટી નીકળ્યો છે. અને ચીનની આવી નાપાક હરકત કરવા સામે જડબાતોડ જવાબ આપવાની માંગ પણ રાજપીપળાવાસીઓએ કરી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: