નર્મદા મા 12સમાન્ય પ્રવાહ ના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે, તેની કોઈ માહિતી આપવામાં ન આવતા વાલી વિદ્યાર્થીઓ મુંઝવણમાં રાજપીપલા તા 15

નર્મદા મા 12સમાન્ય પ્રવાહ ના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે, તેની કોઈ માહિતી આપવામાં ન આવતા વાલી વિદ્યાર્થીઓ મુંઝવણમાં
રાજપીપલા તા 15

રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી શાળા-કોલેજ ખોલવાની નથી તેવામાં 12 સાયન્સના પરિણામ બાદ હજુ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ અપાશે તે નક્કી નથી.
ત્યારે આ સામાન્ય પ્રવાહના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે તેની કોઈ માહિતી આપવામાં ન આવતા વળી વિદ્યાર્થીઓમાં મુંઝવણમાં .મુકાયા છે

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, હવે આગામી સમયમાં કોલેજમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરાશે. મહત્વનું એ છે કે કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ હોવાને લીધે આ પરિણામ પણ હાલમાં ઓનલાઇન જ મુકવામાં આવ્યું છે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગઈકાલે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી શાળા-કોલેજ ખોલવાની નથી તેવામાં આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાયું હતું.આ પરિણામ માત્ર પ્રવેશ પ્રક્રિયા માટે ઉપયોગી થશે જોકે ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ હજુ પ્રોફેશનલ અભ્યાસક્રમમાં કેવી રીતે પ્રવેશ આપવા છે. તે નક્કી નથી, ત્યારે આ પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે. તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.ત્યારે આ સામાન્ય પ્રવાહના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે, તેની કોઈ માહિતી આપવામાં ન આવતા વાલી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.
gf
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: