રાજપીપળા આર્ટસ – સાયન્સ કોલેજ તથા રત્નસિંહ મહિલા કોમર્સ કોલેજ માં વિદ્યાર્થી પ્રતિનિધિ ની જી એસ ની ચૂંટણી યોજાઈ.બંને કોલેજમાં જીએસ બિન હરીફ ચૂંટાયા

રાજપીપળા આર્ટસ – સાયન્સ કોલેજ તથા રત્નસિંહ મહિલા કોમર્સ કોલેજ માં વિદ્યાર્થી પ્રતિનિધિ ની જી એસ ની ચૂંટણી યોજાઈ.બંને કોલેજમાં જીએસ બિન હરીફ ચૂંટાયા.

કોમર્સ કોલેજના જીએસ વસાવા સપના તથા આર્ટસ- સાયન્સ કોલેજના જીએસ માછી ગૌરાંગ ચૂંટાયા.

રાજપીપળા, તા. 14

વિદ્યાર્થીઓમાં લોકશાહીના ગુણ વિકસે તે હેતુથી યુજીએસ અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પ્રતિનિધિ સભાની ચૂંટણી યોજાતી હોય છે.
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ -સાયન્સ અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિ જી.એસ ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને કોલેજમાં બંને જી.એસ બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં ચૂંટણીમાં એમ.એસ સી માં અભ્યાસ કરતા માછી ગૌરાંગ. બી તેમજ ટી.વાય.બીકોમ ના અભ્યાસ કરતી વિદ્યાર્થીની વસાવા સપના.આર જી.એસ તરીકે સર્વાનુમતે બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા.


કોલેજના પ્રિન્સિપાલ શૈલેન્દ્રસિંહ માંગરોલા ના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાં લોકશાહીના ગુણ વિકસે તે હેતુથી યુ સો અને યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થી પ્રતિનિધિ સભાની ચૂંટણી યોજાતી હોય છે. બંને કોલેજમાં ઘણા વર્ષોથી તંદુરસ્ત લોકશાહીની પરંપરામાં સમરસતાનો ઉદાહરણ પૂરું પાડી બિનહમફ જી.એસ જાહેર થયા આવ્યા છે, કોલેજના પ્રાચાર્ય શૈલેન્દ્રસિંહ જી માંગરોલા એ સમગ્ર સ્ટાફ પરિવાર વતી નિયુક્ત જીએસ વિદ્યાર્થી પ્રતિનિધિઓને અભિનંદન પાઠવી વિવિધ કમિટીઓ નુ ગઠન કર્યું હતું.

 

 

Translate »
%d bloggers like this: