રાજપીપળા રાજવંત પેલેસમાં પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ની ઉપસ્થિતિમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલીગીકો માટે ફ્લેગીગ ડાન્સ અને વર્કશોપનું પણ યોજાયો

રાજપીપળા રાજવંત પેલેસમાં પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ની ઉપસ્થિતિમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલીગીકો માટે ફ્લેગીગ ડાન્સ અને વર્કશોપનું પણ યોજાયો


બોર્ડ ટુ બોમ્બે થીમ પર કાર્યક્રમ યોજાયો.

વિશ્વમાં ખ્યાતિ ધરાવનારા યુકેથી પધારેલા ટ્રાન્સ જેન્ડર વુમન જેન વોટસન નામની જાણીતી મહિલા ખાસ ઉપસ્થિતી લોક આકર્ષણ નુ કેન્દ્ર બની.

એચઆઇવી પીડિતો અને સમલિંગીકોની સમસ્યા માટે કામ કરતા અને વિશ્વભરમા ખ્યાતિ પામીને વર્લ્ડ સેલિબ્રિટી બની ગયેલા રાજપીપળા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા ખાસ પ્રકાર ના ફ્લેગ હવામા ઉડાડી જુદી જુદી આકૃતિઑ રચીને ફ્લેગ ડાન્સ અને તેના વર્કશોપનુ આયોજન કરાયુ હતુ .

સમલિંગકો માટે કામ કરતા યુવરાજ માનવેન્દ્રસિંહ વિશેષ યોજેલ કાર્યક્રમ જેનું નામ બોર્ડ વે ટુ બોમ્બે રાખવા મા આવ્યુ હતુ . યુવરાજના જણાવ્યા અનુસાર આ વખતે હું બોર્ડ વે ટુ બોમ્બે ની થીમ સાથે કાર્યક્રમ યોજાયો છે. જેમાં માઈકલ ડિક્સે હાજર રહી ડાન્સ પરફોર્મ કરી સમલિંગીકોના ખાલી જીવનને ઉત્સાહ થી ભરી દેવા જુદા જુદા મુદ્રાઓ ફ્લેગની મદદ થી આક્રુતીઓ બનાવી ડાન્સ કરવાથી જીવનની નિરાશા હતાશા દૂર થઈ જતી હોવાનુ જણાવ્યુ હતુ .
આ પ્રસંગે બ્રિટિશ નાગરિકત્વ ધરાવતી યુ.કે.થી ખાસ મહેમાન તરીકે પધારેલ જેન વોટસન નામની જાણીતી મહિલા તબીબી ટ્રાન્સ જેન્ડર વુમન ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. જે મેલ ટુ ફિમેલ ટ્રાન્સ જેન્ડરના ઓપરેશનનો કરવા માટે વિશ્વ વિખ્યાત ધરાવે છે. આ એકમાત્ર એવી મહિલા તબીબ છે જેણે અનેક 300 થી વધુ સર્જરી કરીને પુરુષને પુરુષ જાતિમાંથી સ્ત્રીજાતિ બનાવ્યા છે. જેમને સ્ત્રી જાતિ પરિવર્તિત થવું હોય તેની જાતિ પરિવર્તન કરીને ઓપરેશન કરીને પુરુષમાંથી સ્ત્રી બનાવ્યા છે. જેમાં પ્લાસ્ટિક સર્જરી, બ્રેસ્ટ ઇમ્પ્લાંટ સર્જરી કરીને જાતિ પરિવર્તન કરી શકાય છે, જે લોકોમા પુરુષ હોવા છતા સ્ત્રીના લક્ષણો વધારે દેખાતા હોય તેવા પુરુષનુ જાતિ પરિવર્તન કરી શકાય છે દરેક ને પોતાની જાતિ મ જીવવાનો અધિકાર છે. વિદેશમાં સર્જરીનો ખર્ચ કરોડ માં થાય છે પણ ભારતમાં 10 લાખ જેવા ઓછા ખર્ચમાં સર્જરી થઇ શકે છે તેથી હવે ભારતમાં રહેતાં સમલી કો અને જાતીય પરિવર્તન કરાવવા ઇચ્છતા લોકો માટે ભારતમાં આ સર્જરી આશીર્વાદ રૂપ પુરવાર થઈ શકે છે. કેટલાક વખત પુરુષમાંથી સ્ત્રી બન્યા પછી ફરીથી પુરુષ બની શકાતું નથી તેમજ તે ગર્ભવતી પણ કરી શકતા નથી પણ જાતીય પરિવર્તન કરી શકે છે ભારતમાં આવા ઘણા લોકો માટે પોતે કામ કરવા ઈચ્છે છે. રિલાયન્સ સાથે ટાઈપ થયું છે.
આ અંગે યુવરાજે જણાવ્યુ હતુ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપ્યો છે, કે જો સર્જરી કરીને પુરુષ જાતિમાંથી સ્ત્રી જાતી પરીવર્તન થાય તો તેને તે જાતિ માં નાગરિકતા આપવાનો કાયદો પણ અમલી કરી તરફેણમાં ચુકાદો આવેલ છે, તેથી ઘણા હવે જાતિ પરિવર્તન પણ હવે કાનૂની બની ગયું હોવાનું જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જેની લોક આકર્ષણનું કેન્દ્ર રહેશે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: