ઉપરવાસમાં ભારે વરસાદની આવકને પગલે કરજણ ડેમ મોડી રાત્રે ત્રણ ગેટ ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદની આવકને પગલે કરજણ ડેમ મોડી રાત્રે ત્રણ ગેટ ખોલાયા.

7060 ક્યુસેક કરજણ નદીમાં છોડાયું.

કરજણ ડેમ 97. 11 % ભરાતા કરજણ ડેમ હાઈ એલર્ટ પર મુકાયો.

ડેમનું લેવલ 114.65 મીટરથી વધીને ડેમની સપાટી 114. 72 મીટરે પહોંચતા 4, 6, અને 8નંબરના 0.40 મીટર ઊંચા ત્રણ ગેટ ખોલાયા.

 

હાઈડ્રો પાવર માં 362 પાણી ડિસ્ચાર્જ થતા વીજ યુનિટો પુનઃ ધમધમતા થયા, દૈનિક 70 હજાર યુનિટ વીજ ઉત્પાદન શરૂ.

રાજપીપળા, તા. 28

નર્મદા જિલ્લામાં કઈ કાલે આખી રાત નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ તુટી પડતા ઉપરવાસમાં ભારે વરસાદની આવકને પગલે કરજણ ડેમના ફરી એકવાર તો ત્રણ ગેટ ખોલાયા તેમાંથી 7060 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી.ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમમાં 97.11 % ભરાતા ડેમ હાઈએલર્ટ પર મુકાયો છે.


ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ આજે કરજણ ડેમ નું લેવલ 115. 65 હતું જે આવક વધતા લેવલ વધીને 114.72 મીટર વધી જતાં સત્તાવાળાઓને કરજણ ડેમમાંથી કરજણ નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જેમાં પ્રથમ 4, 6 અને 8 નંબરના 0.40 મીટર ઉંચા ત્રણ ગેટ ખોલવામાં આવ્યા હતા તેમાંથી 7060 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી હતી. હાલ ડેમમાં પાણીની આવક અને જાવક બંને 7060 ક્યુસેક ચાલી રહી છે. કરજણ ડેમની કેપીસીટિ 535.785 મિલિયન ઘનમીટર છે. તેની સામે ગ્રોસ 523.20 મિલિયન ઘન મીટર છે.
જેને કારણે દોઢ મેગાવોટના 2 કુલ 3 મેગા વોલ્ટની ક્ષમતા વાળો હાઈડ્રોપાવર માં 362 થતા યુનિટો પુનઃધમધમતા થયા હતા. જેમાં દૈનિક 70 હજાર યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.


જોકે સવારે વરસાદનું અને પાણીની આવક ઘટતા ડેમની સપાટીમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો છે, જેમાં રૂડનું લેવલ 114.80 મીટરથી સપાટી ઘટીને 114.54 આવતા એક ગેટ બંધ કરી 4 અને 8 નંબર ગેટ 0.20 મીટર ઉંચા ખોલવામાં આવ્યા છે. જેમાંથી હાલમાં 2582 ક્યુસેક પાણીની જાવક જોવા મળી રહી છે. હાલ માં ડેમની સપાટી 114. 54 છે. ગ્રોસ લેવલ 511.93 મિલીયન ઘન મીટર છે અને કરજણ ડેમ ની હાલ 96.13 % ભરાયેલ હોય ડેમ હાઈએલર્ટ પર મૂકાયો છે.

અમારી દેરક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય ચસોટ અને સંપૂર્ણ સમાચાર

રિપોર્ટ : જ્યોતિ
જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: