રાજપીપળા પોલીસે શહેરના સીસીટિવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રીએ અજાણ્યા યુવાન અને યુવતી રાજપીપળા એસટી ડેપો પર એક્ટિવા મુકતા જણાઈ આવતા બંને ને હિરાસતમાં લીધા

રાજપીપળા પોલીસે શહેરના સીસીટિવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રીએ અજાણ્યા યુવાન અને યુવતી રાજપીપળા એસટી ડેપો પર એક્ટિવા મુકતા જણાઈ આવતા બંને ને હિરાસતમાં લીધા

નૈના અને સુનિલ વચ્ચે આડા સબંધ હતા

હતા.પૈસા પડાવવાનો પ્લાન બનાવી જયદીપ સાથે પૂર્વ યોજિત કાવતરૂ રચ્યું

સુનીલને માથામાં પથ્થર મારી બેભાન કરી દોરી વડે ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો.

ઝાડી ઝાંખરા વાળા કોતરમાં ઊંડો ખાડો ખોડી એના મૃતદેહને દાટી દીધો હતી

 

રાજપીપળાનો પરિણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા 15મી ફેબ્રુઆરીએ હું મરા મિત્રને મળી થોડી વારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા પર નીકળ્યો હતો.બીજે દિવસ સવાર સુધી એ ન આવતા પરિવારજનોએ રાજપીપળા પોલીસ મથકમાં એના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.જોકે 19મી એ સવારે એ યુવાનનો નાંદોદ તાલુકાના વાઘેથા ગામના એક ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.આમલેથા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન 16 મી એ સવારે સુનિલની એક્ટિવા રાજપીપળા એસટી ડેપો પરથી મળી આવી હતી. રાજપીપળા પોલીસે શહેરના સીસીટિવી ફૂટેજ ચેક કરતા 15મી ની મોડી રાત્રીએ અજાણ્યા યુવાન અને યુવતી રાજપીપળા એસટી ડેપો પર એક્ટિવા મુકતા જણાઈ આવ્યા હતા.પોલીસે શકના આધારે સીસીટીવી ફુટેજમાં દેખાતા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દામાપુરા ગામના અને હાલ નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં રહેતા જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલા અને 3 મહિનાથી એની રખાત તરીકે રહેતી વાઘેથા ગામની નૈના ગોવિંદ વસાવાને ઝડપી પાડી ઉલટ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાએ સુનિલને જાનથી મારી નાખ્યો હોવાનું નૈનાએ
કબુલ્યું હતું.વધુ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે નૈના અને સુનિલ વચ્ચે આડા સબંધ હતા.પૈસા પડાવવાનો પ્લાન બનાવી જયદીપ સાથે પૂર્વ યોજિત કાવતરૂ રચી નૈનાએ સુનીલને ફોન કરી 15 મી એ રાત્રીએ શારીરિક સંબંધ બાંધવા બોલાવ્યો હતો.અને 10:30 વાગ્યાની આસપાસ સુનીલ-નૈના ખેતરમા એકાંતમાં શરીર સબંધ બાંધાતા હતા એ દરમિયાન નૈનાનો રખાત જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાએ પાછળથી સુનીલને માથામાં પથ્થર મારી બેભાન કરી દોરી વડે ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો.અને એના ખિસ્સા માંથી 600 રુપિયા કાઢી લઈ ઝાડી ઝાંખરા વાળા કોતરમાં ઊંડો ખાડો ખોડી એના મૃતદેહને દાટી દીધો હતી.એ બાદ સુનિલની એક્ટિવા બન્નેવ જણા રાજપીપળા એસટી ડેપોએ મૂકી આવ્યા હતા.સુનિલનો મોબાઈલ વચ્ચે આવતી નદીમાં ફેંકી દીધો હતો.

હત્યા કરી યુવાનના મૃતદેહને અડધો કિલોમીટર સુધી ગુણની જેમ ઊંચકી લઈ ગયા
સુનિલની હત્યા કર્યા બાદ હત્યારો જયદીપ એના મૃતદેહને ગુણની જેમ એના મૃતદેહને ઊંચકી જઈ ઝાડી ઝાંખરા વાળા કોતર સુધી લઈ ગયા હતા અને ઊંડો ખાડો ખોડી મૃતદેહને દાટી દીધો હતો.
જયદીપ રીઢો ગુનેગાર, આ એણે બીજી હત્યા કરી
જયદીપ વડોદરાના માંજલપુરમાં વર્ષ 2012 માં ટ્યુશન ક્લાસમાં જતો હતો.દરમિયાન એક વિદ્યાર્થીની સાથે એને પ્રેમ થયો હતો.જોકે એની પ્રેમિકાએ જયદીપને અધવચ્ચે છોડી દઈ બીજા યુવાનને પકડ્યો હતો.આ બાબત જયદીપથી સહન ન થતા એને એ યુવાનને પોતાના ઘરે બોલાવી માથામાં લાકડાનો ફટકો મારી ગળે ટુંપો આપી હત્યા કરી હતી.અને એના મૃતદેહને ઘરની પાછળ ફેંકી દીધો હતો.જોકે જયદીપ સગીર હોવાને લીધે અમુક સમય બાદ એ છૂટી ગયો હતો.
પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી ખૂનનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા

Translate »
%d bloggers like this: