રાજપીપળાની વિરાજ મહિડાએ રચ્યો વધુ એક ઇતિહાસ : નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજનું કર્યું લોકાર્પણ. 26 હજારથી વધુ લોકોએ સાથે મળીને વિરાજ બાય એક 1000 થી વધુ માનવ કલાકારોની ભાગીદારીથી વિશેષ પ્રકારના હજારો કાગળથી બનેલી એ રાષ્ટ્ર ધ્વજ બનાવી રેકોર્ડ રચ્યો.

રાજપીપળાની વિરાજ મહિડાએ રચ્યો વધુ એક ઇતિહાસ : નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજનું કર્યું લોકાર્પણ. 26 હજારથી વધુ લોકોએ સાથે મળીને વિરાજ બાય એક 1000 થી વધુ માનવ કલાકારોની ભાગીદારીથી વિશેષ પ્રકારના હજારો કાગળથી બનેલી એ રાષ્ટ્ર ધ્વજ બનાવી રેકોર્ડ રચ્યો. યુ.એ.ઈ નો રેકોર્ડ તૂટયો.
રાજપીપળા,


રાજપીપળાની રાજભા મહિલાએ વિશિષ્ટ પ્રકારના 40 હજારથી વધુ કાગળ જોડીને બનાવેલ અનોખો રાષ્ટ્ર ધ્વજ બનાવી નવો રેકોર્ડ રચ્યો છે. 26 હજારથી વધુ લોકો ની સાથે મળીને વિરાજ ભાઈ રાજકોટ માં 1000 થી વધુ માનવ કલાકારોની ભાગીદારીથી રાષ્ટ્ર ધ્વજ બનાવી વધુ એક ઇતિહાસ રચ્યો.
છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરી રાજકોટ માં તૈયાર થતા ફ્લેગ ઓફ યુનિટી થઈ તૈયાર થઈ જતા 26મી જાન્યુઆરીના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિશ્વની સૌથી મોટા કાગળ થી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્વવિક્રમ રચાયો હતો.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે રાજકોટની કલેકટર કચેરી ખાતે જનભાગીદારી દ્વારા બનેલ અનોખા રાષ્ટ્રધ્વજને ફ્લેગ ઓફ યુનિટીનું અનાવરણ નાયાબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે કર્યું હતું. આ તકે નાયબ મુખ્ય મંત્રી પટેલે પ્રજાસત્તાક પર્વની રાજકોટવાસીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે અમારી સરકાર પ્રજાલક્ષી વિકાસ કામો કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહી છે. વિશિષ્ટ પ્રકારના હજારો કાગળથી બનેલી રાષ્ટ્રધ્વજને બનાવનાર કલાકાર વિરાજબાને અને કલેકટર રેમ્યા મોહને નાયબ મુખ્યમંત્રી એ અભિનંદન પાઠવ્યા હતા.
કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે સૌથી મોટો પટેલે બનાવી આપને નવો રેકોર્ડ બનાવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આવી ઇવેન્ટ અંતર્ગત જાપાનીઝ કલા ઓરેગીના ઉપયોગથી 40573 કાગળના ટુકડા અને ગુંદર કે પીન જેવા કોઈ પણ પદાર્થ કે સાધનોનો ઉપયોગ એકબીજા સાથે જોડી રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં આવે છે. આ રંગીન કાગળ ના ટુકડાઓને જાપાનીઝ ઓરેગામી પદ્ધતિથી ભેગા કરીને 10 ફૂટનો લાંબો રાષ્ટ્રધ્વજ બનાવ્યો બનાવાયો હતો.
આ પ્રોજેક્ટનું નિર્માણ આર્ટિસ્ટ રાજપીપળાની વિરાજકુમારી જાડેજા ના પ્રતિનિધિત્વ હેઠળ કરવામાં આવેલ છે જેમને અંદાજે 42 હજાર જેટલા ટુકડાઓને સાકડી રાષ્ટ્ર ધ્વજનુ નિર્માણ નિર્માણ કરવામાં 200 કલાક જેટલા સમય નું યોગદાન આપેલ છે.
ફ્લેગ ઓફ યુનિટી નું કદ 9.99 ફૂટ બાય 6.66 ફૂટ છે. તેમજ 12382 ચોમી નું ક્ષેત્રફળ ધરાવે છે. આ અદ્વિતીય રાષ્ટ્રધ્વજના નિર્માણમાં શાળાના બાળકો, દિવ્યાંગો તેમજ મનો દીવ્યાંગ બાળકોથી લઇ, વિધવા બહેનો, એનસીસી કૅડેટ, સીઆઈએસએફ પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારો, બ્રહ્માકુમારીઝ, વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ તેમજ રાજકોટ મધ્ય જેલના કેદી ભાઈઓ /બહેનો મળી કુલ 26 હજારથી વધુ લોકોએ 1000 માનવ કલાકારોની ભાગીદારી નોંધાવી ફ્લેગ ઓફ યુનિટીનું નિર્માણ સાર્થક કર્યું છે.
ફ્લેગ ઓફ યુનિટી નો વિશ્વ રેકોર્ડ ના પ્રતિનિધિઓની હાજરીમાં આ કાર્યક્રમનો અને રેકોર્ડિંગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. હવે આ ધ્વજ થોડા દિવસ પછી કાયમી ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાખવામાં આવશે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: