BREAKING Government Narmada Rajpipala

રાજપીપળા સિવિલ હોસ્પિટલના ખસ્તાહાલ

રાજપીપળા સિવિલ હોસ્પિટલના ખસ્તાહાલ

 જિલ્લાની એકમાત્ર સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓને નીચે સુવાનો વારો 
નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ઘોચમાં. 
 નર્મદા માં વધતા જતા અકસ્માતોમાં દર્દીઓથી ઉભરાતા સિવિલમાં એસી બેડ ની પથારી સામે 100 થી 150 દર્દીઓ માટે જગ્યા નથી દર્દીઓને નીચે સુવાડાવાઈ છે. 
 એક જ બેડ પર બબ્બે ત્રણ ત્રણ દર્દીઓને સુવાડાવાય છે. 
 નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આવેલ જિલ્લાની એકમાત્ર સૌથી મોટી રાજપીપળા સિવિલ હોસ્પિટલના ખસ્તાહાલ થયા છે 80 બેડ ની પથારી સામે 100 થી 150 દર્દીઓ ઉભરાઈ છે. ત્યારે દર્દીઓને નીચે જમીન પર સુવાડાવાય છે નર્મદામાં વધતા જતા અકસ્માતો માં દર્દીઓથી ઉભરાતા હોસ્પિટલમાં અપૂરતી સગવડોને કારણે વધારે દર્દીઓ દાખલ થાય તો દર્દીને ગમે ત્યાં જગ્યા મળે ત્યાં વરંડા નીચે સુવડાવી છે
 તાજેતરમાં સાગબારા નજીક ટેમ્પો પલટી જતાં ઘાયલ થયેલા જાનૈયાઓની ખબર પૂછવા ગયેલા પૂર્વ સાંસદ સહિત અન્ય રાજકીય નેતાઓ એ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્ર અનુભવ થયો હતો.80 બેડ ની ક્ષમતા સામે 100 થી 150 દર્દીઓ આવી જતા આવી સ્થિતિ દર્દીઓને ક્યાં સુવડાવવા તેની સમસ્યા ઉભી થઇ હતી અને દર્દીઓને નીચે જમીન પર સુવાડી દીધા હતા.
 અત્રે ઉલ્લેખનીય છે કે 1919માં રાજપીપલાના શ્રીમંત મહારાજા હોસ્પિટલની સ્થાપના કરી હતી 1997માં હોસ્પિટલને સિવિલ હોસ્પિટલમાં કન્વર્ટ કરાઈ હતી સિવિલ હોસ્પિટલનું તંત્ર રાઢયાળ હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ક્યારે સ્ટાફ સ્ટાફ ની કમી હોય,  ક્યારેક ડોક્ટરોની કમી હોય તો ક્યારેક દવાઓ ની કમી હોય છે, પણ હવે તેનો અનુભવ પૂર્વ સાંસદ મનસુખ વસાવાનો થયો છે. પૂર્વ સાંસદ મનસુખ વસાવા ભાઈ પહોંચ્યા ત્યારે હોસ્પિટલના તમામ બેડ ફુલ હતા. જેથી વરંડામાં એક ખાટલા પર ત્રણ દર્દીઓને સુવાડવી  અપાતી હતી. 80 બેડ ક્ષમતા સામે 100થી 150 દર્દીઓ દાખલ થઈ જતા ખાટલા ખૂટી પડ્યા હતા.
 જોકે ખાટલા મોટી ખોડ એ છે કે આ સમસ્યા નિવારવા નવી સિવિલ હોસ્પિટલ બનાવવાની માંગ થતા પાંચ વર્ષ પહેલા નવી સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે ત્યાં પણ હોસ્પિટલના બાંધકામ બાબતે બે કોન્ટ્રાક્ટરો વચ્ચે ગજગ્રાહ હતા આખો મામલો હાઇકોર્ટમાં પહોંચતા હોસ્પિટલ નું કામકાજ ખંભોરે ચડયું હતું. જેના ભોગ નર્મદાને ગરીબ જનતા ભોગવી રહી છે. 
 નર્મદા જિલ્લામાં અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. મોટાભાગના ઇજાગ્રસ્તો ને સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. થોડીક ટ્રીટમેન્ટ કરીને સિરિયલ  કેસો વડોદરા ટ્રાન્સફર કરાય છે. ઉપરાંત સિવિલમાં રોજના ૫૦૦ જેટલા ઇનડોર અને આઉટડોર દર્દીઓ નોંધાતા હોય છે. અકસ્માતના કિસ્સાઓમાં રાજપીપળા સિવિલમાં તબીબી અને સાધનોની ઘટતા કારણોને દર્દીઓ વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવતા હોય છે. રાજપીપળા સિવિલ ને પણ અધતન બનાવવા તેમજ સુવિધા વધારવા કોઈ રસ લેતું નથી! આ અંગે સાંસદ ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ અંગત રસ લે તેવી માંગ વધી છે.
રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપળા 
Deepak Jagtap
દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527
https://livecrimenews.com/