પોલીસ કોન્સ્ટેબલ અને Dysp 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

રાજકોટઃ પોલીસ કોન્સ્ટેબલ અને Dysp 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
હરીન માત્રાવાડિયા, રાજકોટઃ જેતપુરમાં ACBના છટકામાં વધુ એક કોન્સ્ટેબલ અને Dysp લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ બંને પોલીસ અધિકારીઓએ  આઠ લાખની લાંચ માગી હતી. જો કે લાંચની રકમ સ્વીકારે એ પહેલા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા હથિયારી કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદ સોનારા અને જેતપુર ડિવિઝનમાં વર્ગ 1 તરીકે ફરજ બજાવતા Dysp જે એમ ભરવાડ આરોપી પાસેથી રૂપિયા આઠ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

ધર્મેશ પટેલ સુરત

Translate »
%d bloggers like this: