રાજકોટમાં છપાતી નકલી ચલણી નોટોનો મહેસાણામાં થયો પર્દાફાશ, ત્રણ લોકો ઝડપાયા, આવી રીતે ફૂટ્યો ભાંડો.

રાજકોટમાં છપાતી નકલી ચલણી નોટોનો મહેસાણામાં થયો પર્દાફાશ, ત્રણ લોકો ઝડપાયા, આવી રીતે ફૂટ્યો ભાંડો

પોલીસે કારિયા દિપક શાંતિલાલ, ખીલોસિયા સાગર સુરેશભાઈ અને શેખ મગનભાઈ ગોપાલભાઈ નામના 3 આરોપીઓને પણ ઝડપી લીધા હતા.

નકલી ચલણી નાણું છાપીને બજારમાં ફરતું કરનાર 3 શખ્સોને મહેસાણા પોલીસે ઝડપી લીધા છે. આ ત્રણ આરોપીઓ બે કલર પ્રિન્ટરથી નકલી ચલણી નાણાં છાપીને બજારમાં નોટો ફરતી કરી દેતા હતા. જે નકલી નોટો મહેસાણાની બેંકમાં પહોંચતા નકલી નોટોનો ભાંડો ફૂટી ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે રૂ.200ની નકલી નોટો જાતે જ કલર પ્રિન્ટરમાં છાપીને બજારમાં ફરતી કરતા 3 શખ્સોને ભારે પડ્યું છે. નોટો જાતે છાપીને બજારમાં ફરતી તો કરી દીધી પરંતુ આ નોટો બેંકમાં પહોંચતા જ નકલી નોટોનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો.

Translate »
%d bloggers like this: