Rajkot: City Police Declare An Announcement On Makar Sankrati: Social distance must be observed

 

રાજકોટ: મકરસંક્રાતિના પર્વને લઈ શહેર પોલીસનું જાહેરનામું: સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી

 

મકરસંક્રાંતિનો તહેવાર નજીક છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરે દર વર્ષની માફક ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે તેમજ હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે અને કોરોનાનું સંક્ર્મણ વધુ ફેલાય નહીં એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે આ જાહેરનામા મુજબ ૧૮ ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ

(૦૧) જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહિ.

(૦૨) ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકાશે નહિ.

(૦૩) લોકોની લાગણી દુભાય એવાં લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહિ.

(૦૪) હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ વગેરે લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહિ.

(૦૫) જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહિ.

(૦૬) જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અહેવાલ:

પ્રવીણ મેર (રાજકોટ)

Translate »
%d bloggers like this: