રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાત્રી કરફ્યુ દરમ્યાન ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાત્રી કરફ્યુ દરમ્યાન ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

રાજકોટ: કોરોનાના સંક્રમણના લીધે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કરફ્યુ જાહેર છે ત્યારે તેના અમલ માટે પોલીસ પણ સજાગ બની સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન રાજકોટ પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ધવાનની ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ કરી છે.

આ અંગે મળેલ જાણકારી મુજબ શહેરમાં રાત્રી કરફ્યુના અમલ માટે પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એરપોર્ટ ફાટક નજીક પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા કારમાં તપાસ કરતા તેમાંથી દેશી પિસ્તોલ સાથે 5 કારતૂસ મળી આવ્યા હતા.

રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ કલમ 25 (1-B)–A તથા IPC કલમ-188 મુજબ સંજય ઘવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

Translate »
%d bloggers like this: