રાજકોટ સ્વામિનારાયણ સાધુએ મહિલાને વીડિયો કોલ અને ચેટિંગ કર્યાના આક્ષેપ સાથે હોબાળો

મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફેસબુકથી મહિલાને વીડિયો કોલ કરે છે. મહિલાઓએ મંદિર ખાતે “ખોટા સ્વામી ન જોઈએ”ના નારા સાથે હોબાળો મચાવ્યો હતો.

*રાજકોટ* બુધાવારે રાજકોટના ભૂપેન્દ્ર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે કેટલિક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. રાજકોટ ખાતેનું આ મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તક આવે છે. એવી માહિતી મળી છે

કે હાલ રાકેશ પ્રસાદની ગાદી હોવાથી એજન્દ્ર પ્રસાદ જૂથની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. આ હોબોળો મંદિર ખાતે શાકોત્સવ દરમિયાન થયો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે સ્વામિનારાયણ મંદિરના સ્વામી

ફેસબુકથી મહિલાને વીડિયો કોલ કરે છે. મહિલાઓએ મંદિર ખાતે “ખોટા સ્વામી ન જોઈએ”ના નારા સાથે હોબાળો મચાવ્યો હતો. જે બાદમાં પોલીસે મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો હતો.

*શું છે આખો મામલો?*

પાંચમી નવેમ્બરના રોજ પોતાને મંદિરના મહંત ગણાવતા મુકુંદસ્વામીએ એક મહિલાને વીડિયો કોલ કર્યો હતો. જોકે, મહિલાએ તે ફોન ઉપાડ્યો ન હતો. જે બાદમાં મુકુંદસ્વામીએ મહિલા સાથે ફેસબુક મેસેન્જરના માધ્યમથી ચેટિંગ

કરવાનું શરું કર્યું હતું. આ દરમિયાન મહિલા મુકુંદસ્વામીએ એવું કહે છે કે, સાધુએ ફોન કે ફેસબુકનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજી તરફ મુકુંદસ્વામી કોઈને કોઈ બહાન કાઢીને મહિલા સાથે ચેટિંગ ચાલુ રાખે છે. આ ઉપરાંત

મહિલાને મહારાષ્ટ્રમાં સત્સંગ કરવાનું પણ જણાવે છે. આ જ વાતનો વિરોધ બુધવારે મહિલાઓએ ભૂપેન્દ્રરોડ ખાતે આવેલા મંદિર ખાતે પહોંચીને કર્યો હતો. બુધવારે રાજકોટના મંદિર ખાતે વડતાલના પીઠાધીશ્વાસ રાકેશપ્રસાદજી

*આવ્યા હોવાથી મહિલાઓ તેમને આ અંગે ફરિયાદ કરવા પહોંચી હતી.*

*મુકુંદસ્વામી અને સત્સંગી મહિલા સાથે શું વાતચીત થઈ?*

*મુકુંદસ્વામી* જય સ્વામિનારાયણ. (આટલો મેસેજ કર્યા બાદ મુકુંદસ્વામી સત્સંગી મહિલાને ફેસબુકથી વીડિયો કોલ કરે છે)

*મહિલા* કોલ નહીં કરવા.

*મુકુંદસ્વામી* સોરી…..સોરી….ભૂલથી લાગી ગયો, હવે નહીં લગાવું.

*મહિલા* તમે સ્વામી છો? ક્યા મંદિરના

*મુકુંદસ્વામી* હા, વડતાલ, મારે કોઈ સાથે કશું લેવા દેવા નથી.

*મહિલા* સ્વામી હોય તેને પહેલા ફેસબુકનો ઉપયોગ ન કરવાનો હોય, એ ખબર છે

*મુકુંદસ્વામી* મારો ભગવાન મને સૂવાડે છે, જગાડે છે.

*મહિલા* ફેસબુક યૂઝ કરવું હતું તો સંસારમાં રહેવાય ને?

*મુકુંદસ્વામી* તમારા બોલવાથી એવું લાગે છે તમે જૂના પક્ષના છો.

*મહિલા* આ ફેસબુક તમને ન શોભે, સાધુ તો ભજનમાં શોભે

મુકુંદસ્વામી : કઈ રીતે? મારા ફેસબુકમાંથી ઘણા લોકો મળ્યા, મારા કામ પણ થયા છે, એ લોકો મંદિરે જતા થયા તો એમાં ખોટું શું છે?

*મહિલા* તમારે શું કામ હોય? તમારે તો ભજન કરવાના હોય.

*મુકુંદસ્વામી* તમે મહારાષ્ટ્રમાં આવ્યા છો? તમે ગુજરાતનો સત્સંગ જુઓ છો ક્યારેક મહારાષ્ટ્રનો જુઓ તો ખબર પડે સત્સંગ કેમ થાય.

*મહિલા* સત્સંગી જીવનમાં સાધુના નિયમ વાંચી લેજો.

*મુકુંદસ્વામી* તું જો તો ખબર પડે કે સત્સંગ કેમ થાય.

*મહિલા* તુકારો નહીં દેવાનો. સભ્યતાથી બોલો.

*મુકુંદસ્વામી* સભ્યતા છે હજી, એટલે વાત કરીએ છીએ.

*મહિલા* જે ફેસબુક યૂઝ કરતા હોય એને સ્વામિનારાયણના સાધુ જ ન કહેવાય.

*મુકુંદસ્વામી* મહારાષ્ટ્રમાં જજો એકવાર ત્યાં સત્સંગ કેવો થાય જોજો. (મહિલાએ જવાબ ન આપતા સ્વામી બીજો મેસેજ કરે છે.)

*મુકુંદસ્વામી* શું થયું? સોરી. બાય જય સ્વામિનારાયણ.

. 👇👇👇

Translate »
%d bloggers like this: