રાજકોટમાં માંદગીથી કંટાળીને માતા પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

આ બીમારીઓથી કંટાળીને માતા – પુત્રએ આપધાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, આ મામલે તપાસ હજી ચાલુ છે.

રાજકોટમાં ગઇકાલે રાતે ટ્રેન નીચે પડતું મૂકીને માતા અને પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 40 વર્ષનાં માતાને બ્લ્ડ પ્રેશર જેવી બીમારીઓ હતી જ્યારે 24 વર્ષનો પુત્ર માનસિક અસ્થિર હતો. આ બીમારીઓથી કંટાળીને માતા – પુત્રએ આપધાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, આ મામલે તપાસ હજી ચાલુ છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં બિલેશ્વર રાજકોટ વચ્ચેનાં રૂટ પર જતી સિકંદરાબાદ રાજકોટ ટ્રેન વચ્ચે પડીને મોતને ભેટ્યા છે. આ અંગે રેલ્વે પોલીસ મથક પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવક પાસેથી એક વિઝિટિંગ કાર્ડ અને એક ફોટો મળ્યાં હતાં. કાર્ડમાં જે નંબરમાં ફોન કરતાં તે મૃતકનો મિત્ર હોવાનું કહ્યું હતું. તેને ત્યાં આવીને મૃતદેહને જોઇને કહ્યું કે આ કેતન પરમાર અને સાથે માતા ગીતાબેન પરમાર છે. બંન્ને નવા થોરાળાના વિજયનગર 8માં રહેવાસી છે. જે બાદ તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી.

આમનાં પરિવારમાં ગીતાબેન, તેમના પતિ નાનજીભાઇ અને તેમના બે દીકરા કેતન અને કૌશિક છે. જેમાંથી કેતન માનસિક રીતે અસ્વસ્થ હતો. તેમનો નાનો પુત્ર કૌશિક કારખાનામાં કામ કરે છે. જ્યારે પતિ નાનજીભાઈ છૂટક મજૂરી કરે છે. ગીતાબેન અને તેમનો પુત્ર કેતન ગઇકાલે સાંજનાં સમયથી બહાર નીકળ્યાં હતાં. જ્યારે પુત્ર કૌશિક અને પતિ ઘરે આવ્યાં ત્યારે આ બંન્ને ઘરે ન હોવાને કારણે તેમણે આસપાસ શોધખોળ પણ કરી હતી. જે બાદ આ ખબર મળતાં ઘરમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

Translate »
%d bloggers like this: